સરાની જીનીંગમાં આગથી લાખો રૂપિયાનો કપાસ બળીને રાખ

સરાની જીનીંગમાં આગથી લાખો રૂપિયાનો કપાસ બળીને રાખ
સરા, તા.10: મૂળી તાલુકાના સરા ગામે ધ્રાંગધ્રા રોડ ઉપર સરકારી દવાખાનાની બાજુમાં આવેલ પ્રિત કોટન ઇન્ડસ્ટ્રીઝમાં સાંજના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગનું રૂપ વિકરાળ હોવાથી જોતજોતમા મોટીજવાળા અને ધુમાડાના ગોટા જોતા આજુબાજુ વિસ્તારના લોકો જીન તરફ દોડી આવ્યા હતા. ગ્રામજનો દ્વારા પાણી અને ફાયર સેફ્ટી વડે જીવના જોખમે આગ ઉપર કાબૂ મેળવવા હાવી બની ગયા હતા. આગની લપેટમાં કપાસની ગાસડીઓ બળીને રાખ થઇ ગઇ હતી. ગ્રામજનો અને જીનના મજુરોની મહામહેનતે વધુ ખુવારી અટકી હતી. જો કે, આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતુ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer