જાલી નોટ પ્રકરણમાં સૂત્રધાર સહિત બે શખસ પકડાયા

જાલી નોટ પ્રકરણમાં સૂત્રધાર સહિત બે શખસ પકડાયા
રાજકોટ/ધોરાજી/ગારિયાધાર, તા. 10:  ધોરાજીના છોડવાવદર ગામેથી પકડાયેલ જાલી નોટના ગુનાના સૂત્રધાર અને  નોટ છાપનાર શખસ સહિત બેને પોલીસે અમદાવાદમાંથી ઝડપી લીધા હતાં અને સ્કેનર, પ્રિન્ટર, કોમ્પ્યુટર સહિતની વસ્તુઓ કબજે કરી હતી.
આ બનાવમાં અમદાવાદના સીજીરોડ પર રૂપા એપાર્ટમેન્ટમાં રહેતાં  હિમાંશુ કિર્તીભાઇ ઝવેરી અને મૂળ ગારિયાધારના મોટા ચારોડિયાના વતની અને હાલ અમદાવાદમાં નિકોલ પાસે ખોડિયાર માતાજીના મંદિર પાછળ રહેતાં પટેલ અમરીશ અરવિંદભાઇ આસોદરિયાની ધરપકડ કરી હતી. આ બન્ને શખસ પાસેથી રૂ. 2000ƒp દરની 125 જાલી નોટ અને 500ƒp દરની 100 જાલીનોટ મળી આવી હતી. આ ઉપરાંત તેની પાસેથી બે મોબાઇલ ફોન, કોમ્પ્યુટર મોનિટર, સીપીયુ, કલર પ્રિન્ટર, સ્કેનર, કાગળો, કટ્ટર મળી રૂ. 5380ƒp¡ મુદ્દામાલ કબજે કરાયો હતો. આ પહેલા જાલી નોટના ગુનામાં આઠથી વધુ શખસની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવની તપાસ ચલાવી રહેલા એસઓજીના એમ.એન. રાણા અને વાય.બી. રાણા અને તેની ટીમની તપાસમાં હિમાંશુ ઝવેરી અને અમરીશ  આસોદરિયા જાલી ચલણી નોટ છાપીને  તેના સાગરીતો દ્વારા ચલણમાં ઘુસાડતા હોવાનું ખુલ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer