રાજકોટમાં ઈમીટેશન જ્વેલરીના શો રૂમમાંથી રૂ.11.86 લાખની રોકડ મતાનો હાથફેરો

રાજકોટમાં ઈમીટેશન જ્વેલરીના શો રૂમમાંથી રૂ.11.86 લાખની રોકડ મતાનો હાથફેરો

રાજકોટ, તા.10 : સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઈમીટેશન જ્વેલરીના શો રૂમમાંથી રૂ.11.86 લાખની રોકડ મતાનો હાથફેરો કરવામાં આવ્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સીસીટીવી ફૂટેજમાં થયેલા પર્દાફાશમાં આ પ્રકરણમાં સંડોવાયેલા સાબરકાંઠાના ભાભોર ગામના પૂર્વ કર્મચારી અને સાગરીતની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મોરબી રોડ પરની રાજલક્ષ્મી સોસાયટી પાસે આસોપાલવ બંગ્લોઝમાં રહેતા મૂળ બનાસકાંઠાના વતની જીવણભાઈ ગણેશભાઈ ચૌધરીના  ચંપકનગરમાં કબીર કોમ્પલેકસ પાછળ અર્બુદા સેલ્સ નામે ઈમીટેશન જ્વેલરીના શો રૂમમાં તસ્કરો ખાબકયા હતા અને શો રૂમમાંથી રૂ.11 લાખની રોકડ મતાનો હાથફેરો કરી ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં શોરૂમમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં બે બુકાનીધારી શખસો નજેર પડયા હતા. જેમાં એક શખસ ગણેશીયાથી તાળુ તોડતો હતો અને બીજો શખસ બહાર ઉભેલો જોવા મળ્યો હતો. શોરૂમના માલિક જીવણભાઈ ચૌધરીએ રૂ.1પ લાખની લોન લીધી હતી જે પૈકીના રૂ.4 લાખ ચૂકવ્યા હતા અને બાકીના રૂ.11 લાખ લોક કર્યા વગરના ડ્રોવરમાં રાખ્યા હતા.
રૂ.11 લાખની રોકડ રકમ અગાઉ શો રૂમમાં કામ કરતા બનાસકાંઠાના ભાભોર ગામના મુકેશ ઠાકોર અને જેન્તી ઠાકોરે હાથફેરો કર્યાનું ખુલ્યું હતું.
પોલીસે પ્રવીણકુમાર ગણેશભાઈ ચૌધરીની ફરિયાદ પરથી ભાભોર તાબેના તનવાડ ગામના મુકેશ વીરજી રાઠોડ અને જયંતી શિવા રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી તેમજ બાજુમાં આવેલી ભગત અને અંબિકા સેલ્સમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બનાસકાંઠા પંથકમાં બન્ને શખસોને ઝડપી લેવા એક ટીમ રવાના કરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer