પીવી સિંધુએ મી ટુ અભિયાનનું સમર્થન કર્યું

પીવી સિંધુએ મી ટુ  અભિયાનનું સમર્થન કર્યું
નવી દિલ્હી, તા.10: સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલી મહિલાઓની સરાહના કરી છે અને મી ટુ અભિયાનનું સમર્થન કર્યું છે. અહીં એક કાર્યક્રમમાં હાજર પીવી સિંધુએ મી ટુ અભિયાન સંદર્ભે જણાવ્યું હતું કે હું એ લોકોની સરાહના કરું છું, જેઓ સામે આવીને તેમના પર શોષણની વાત કહે છે. હું એ ચીજનું સન્માન કરું છું અને સમર્થન કરું છે કે મહિલાઓ આગળ આવીને તેમની આપવિતી કહે.
સિંધુને એવું પૂછવામાં આવ્યું કે રમતના ક્ષેત્રમાં આવી ચીજો થતી હોય છે? ત્યારે તેણીએ કહ્યંy કે મને બીજા લોકોની ખબર નથી, જ્યાં સુધી મારી વાત છે તો મને કોઇ તકલીફ થઇ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer