રાજકોટમાં મૃત:પાય થયેલી રાષ્ટ્રીય શાળા ધબકતી થશે, દાતાઓની તૈયારી

દિલ્હીથી આવેલી ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિએ મુલાકાત લીધી
રાજકોટ, તા. 10: સ્વતંત્રતા પૂર્વે અંગ્રેજોએ દેશમાં શરૂ કરેલી શાળાઓ ફક્ત તેમની જરૂરિયાત અનુસાર ક્લાર્ક પેદા કરે છે. વાસ્તવિક શિક્ષણ, સંસ્કાર અને કેળવણી આપી શકતી નથી. તેવા વિચાર સાથે રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શરૂ કરેલી રાષ્ટ્રીય શાળા માર્ચ મહિનાથી મૃત:પાય થઈ હતી. જે હવે પુન: ધબકતી થશે. આર્થિક ભારણ માટે કેટલાક દાતાઓ આગળ આવતા રાષ્ટ્રપિતાએ રાજકોટમાં શરૂ કરેલા શિક્ષણ અને કેળવણી અભિયાનમાં પ્રાણ ફૂંકાશે.
 રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટ આવેલા વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય શાળાના પ્રશ્નની ગંભીરતાથી નોંધ લઈ આ મુદ્દે રસ દાખવ્યો હતો. ત્યારબાદ તુરંત દિલ્હીથી ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિએ રાષ્ટ્રીય શાળાની મુલાકાત લીધી હતી. જેમણે રાષ્ટ્રીય શાળાની સ્થિતિ જોઈ કેટલાક દાતાઓ હસ્તક તેને દત્તક લેવાની તૈયારી દાખવી હતી. આ માટે શાળાને ચલાવવા જરૂરી વાર્ષિક ખર્ચની વ્યવસ્થા કરી આપવા પણ પ્રયાસ શરૂ કરાયા હતા.   નોંધનીય છે કે પૂ. બાપુએ આઝાદી પહેલા રાજકોટમાં રજપૂતપરા ખાતે ભાડાના મકાનમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરાવી હતી. ત્યારબાદ રાજકોટના રાજવી સર લાખાજીરાજજીએ જમીન આપતા આજની રાષ્ટ્રીય શાળાના મંડાણ થયા હતા. આ જમીન બાદમાં રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓએ ખરીદી લીધી હતી. જ્યાં ધોરણ 1±u 10 સુધીનો અભ્યાસક્રમ ચલાવાતો હતો.
 વર્ષ ર018ના માર્ચ મહિનાથી આ શાળા બંધ કરવા ફરજ પડી હતી. દર મહિને શિક્ષકોનો પગાર આશરે 7` હજાર રૂપિયા તેમજ અન્ય વહીવટી ખર્ચ પરવડે તેમ ન હતો. અત્યાર સુધી જેમતેમ દર મહિને દાતાઓ પાસેથી પૈસા લઈને શાળાનો વહીવટ કરાતો હતો. છેલ્લે એ પણ શક્ય  ન હતું. બીજી તરફ ક્રમશ: વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટીને છેલ્લે 37 સુધી રહી ગઈ હતી.
 શાળા શરૂ કરાવવા મુદ્દે દિલ્હીથી આવેલી સમિતિ તેમજ રાજકોટના કેટલાક સ્થાનિક દાતાઓ સાથે અંતિમ તબક્કામાં વાતચીત થઈ ગઈ છે. આશરે સવા કરોડના ખર્ચે શાળાની નવી ઈમારત બનાવી આપવા ઉપરાંત ત્રણથી ચાર વર્ષ સુધી નિભાવ ખર્ચ આપવા માટે પણ ટ્રસ્ટીઓએ ટહેલ નાંખી છે. જે સકારાત્મક દિશાના છેવાડે છે. જેથી ટ્રસ્ટી મંડળે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને હાલ તુરંત શાળાની મંજૂરી રદ્દ નહીં કરવા અરજી કરી છે.  આ શાળા માટે ઘટતું કરી છૂટવા રાજ્ય સરકાર પણ આગળ આવી હોવાનું જીતુભાઈ ભટ્ટે જણાવ્યું હતું.
 
ર0મીથી ઘાણીમાં તેલનું ઉત્પાદન થવા લાગશે
રાષ્ટ્રીય શાળામાં દાયકાઓથી ઘાણી ચાલતી હતી. જે પણ બંધ થઈ ગઈ હતી. આ ઘાણી તાજેતરમાં ત્રણ મશીન મૂકીને શરૂ કરાઈ છે. જેમાં તલ, મગફળી અને ટોપરાના તેલનું દરરોજ આશરે દસ હજાર રૂપિયાનું તેલ વેચાવા લાગ્યું છે. જો કે આ ઘાણીનું સત્તાવાર ઉદ્ઘાટન આગામી તારીખ ર0મીએ સંભવત: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer