ગોસાબારાના દરિયા કાંઠે હથિયારોનું લેન્ડિંગ?

ગોસાબારાના દરિયા કાંઠે હથિયારોનું  લેન્ડિંગ?
NIAની સૂચનાથી અઝજની ટીમે હથિયારો
શોધવા દરગાહ પાસે શરૂ કરેલું ખોદકામ
 
પોરબંદર, તા. 10 : સૌરાષ્ટ્રના રેઢા મનાતા દરિયા કિનારા પરના પોરબંદર પાસેના ગોસાબારના દરિયા કાંઠે વધુ એક વખત ઘાતક હથિયારોનું લેન્ડિંગ થયાની શંકા ઉભી થઇ છે. હથિયારોનું લેન્ડિંગ સાથે હથિયારો ભોંમા ભંડારી દેવાયાની આશંકાના આધારે એનઆઇએના માર્ગદર્શન હેઠળ ગોસાબારાના દરિયા કાંઠે આવેલ દરગાહ પાસે ખોદકામ શરૂ કરાયું છે.
અહીંથી 14 કિલોમીટર દૂર આવેલા ગોસાબારાના દરિયા કિનારે ઘાતક હથિયારોનું લેન્ડિંગ કરીને અથવા  અન્ય માર્ગે હથિયારો લાવીને  છૂપાવવામાં આવ્યાની ચોક્કસ માહિતીના આધારે  નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના નેજા હેઠળ એટીએસ અને એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા ગોસાબારાના દરિયા કિનારે આવેલી દરગાહ પાસે જેસીબીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. ગોસાબારાના કાંઠે દેશવિરોધી પ્રવૃત્તિ ચાલતી હોવાની કે હથિયારો, વિસ્ફોટકનું લેન્ડિંગ થયાની માહિતીના આધારે એનઆઇએના એસપી ગર્ગની સૂચનાથી ગુજરાત એટીએસની છ ટીમ બે દિવસથી તપાસાર્થે પોરબંદર આવી છે. આ ટીમ દ્વારા પોરબંદરની દરિયાઇ પટ્ટી પર તપાસ શરૂ કરી હતી. બાદમાં ગોસાબારાના દરિયા કાંઠે આવેલા દરગાહ પાસે ખોદકામ શરૂ કરાયું હતું. જેસીબી સહિતના સાધનોથી ખોદકામ શરૂ કરાતાની સાથે જ એ વિસ્તાર કોર્ડન કરી લેવાયો હતો. આ સ્થળે જવા પર લોકલ પોલીસ કે પ્રેસ મીડિયા પર મનાઇ ફરમાવવામાં આવી છે. આ સ્થળે વીસેક ફૂટ જેટલુ ખોદકામ કરવામાં આવ્યું છે. આમ છતાં હજુ સુધી કાંઇ મળ્યું નથી. જ્યાં સુધી માહિતી પ્રમાણેનો માલ નહીં મળે ત્યાં સુધી ખોદકામ ચાલુ રહેશે તેમ જણાવાય છે. હાલમાં ખોદકામ ચાલુ હોવાનું અને તપાસ ચાલી રહ્યાનું જણાવાય છે.
 
દાઉદના ઇશારે લેન્ડિંગ થયું’તું
ગોસાબારાના દરિયા કિનારે દાઉદ ઇબ્રાહીમના ઇશારે હથિયાર અને આરડીએકસનું લેન્ડિંગ થયું હતું. આ લેન્ડિંગ અંગે ટાડા હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં દાઉદ ઇબ્રાહીમ, મોહંમદ ડોસા, અબુ સાલેમ, ઇજુ શેખ, મમુમિંયા પંજુમિંયા, મુસ્તફા મજનુ સહિતના શખસોના નામ ખુલ્યા હતાં.
કોસ્ટગાર્ડનું હેડ કવાર્ટર છે
સૌરાષ્ટ્રના દરિયા કિનારે દેશદ્રોહી પ્રવૃત્તિ ન થાય તેના સહિતના કારણે દરિયાની સુરક્ષા માટે કોસ્ટ ગાર્ડનું હેડ કવાર્ટર પોરબંદર રખાયું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મરીન પોલીસ સ્ટેશન પણ કાર્યરત કરાયા છે. જુદી જુદી એજન્સીઓ દ્વારા અવારનવાર ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાય છે.
જૂના જોગીઓની પૂછપરછ
ગોસાબારાના દરિયા કિનારે ખોદકામ ચાલી  રહ્યું છે ત્યારે અગાઉના લેગના ગુનામાં સંડોવાયેલા શખસોને એટીએસ દ્વારા પૂછપરછ માટે બોલાવ્યા છે.
ડ્રગ્સ બાદ હથિયારના લેન્ડિંગની શંકા
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયા કાંઠો દાણચોરી, ડ્રગ્સ, હથિયારના લેન્ડિંગ માટે કુખ્યાત બની ગયો છે. થોડા સમય પહેલા કચ્છના દરિયા કાંઠે રૂ. 300 કરોડના હેરોઇન નામના ડ્રગ્સનું લેન્ડિંગ થયું હતું. હવે હથિયાર અને વિસ્ફોટકનું લેન્ડિંગ થયાની શંકાના આધારે તપાસ શરૂ છે.
પોરબંદરમાં પ્રથમ વખત આવી ગઈંઅની ટીમ
એનઆઇએની ટીમે પ્રથમ વખત જ પોરબંદર આવી છે. તેના પરથી નક્કી થાય છે કે કોઇ મોટો ગંભીર મામલો છે. હાલમાં હથિયારો જ કારણભૂત છે કે અન્ય કોઇ બાબત છે તે સ્પષ્ટ કરાતું નથી
અઢી દાયકા પહેલા છઉડનું લેન્ડિંગ થયું’તું
અઢી દાયકા પહેલા 1992ના અરસામાં અહીંથી 14 કિલોમીટર દૂર આવેલા ગોસાબારાના દરિયા કાંઠે આરડીએકસ અને એકે 47 રાયફલ સહિતના વિસ્ફોટકનું લેન્ડિંગ થયું હતું. આરડીએકસનો ઉપયોગ મુંબઇના 1993ના બોમ્બ ધડાકામાં ઉપયોગ થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer