મોતીવાલા હોસ્પિટલે ખડકેલા ગેરકાયદે બાંધકામનો સફાયો!

મોતીવાલા હોસ્પિટલે ખડકેલા ગેરકાયદે બાંધકામનો સફાયો!
ડિમોલિશન રોકવા હોસ્પિટલના સંચાલકો કોર્ટમાંથી ‘સ્ટે’ લાવે તે પૂર્વે જ ટીપી વિભાગે કરેલી કાર્યવાહી
રાજકોટ તા.25 : શહેરના પેલેસ રોડ પર આવેલી મોતીવાલા હોસ્પિટલના માલિકોએ કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ત્રીજા માળે ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામને આજરોજ મનપાની ટાઉન પ્લાનીગ શાખાએ તોડી પાડયું હતું.
ટીપીઓ સાગઠિયાના જણાવ્યાનુસાર વોર્ડ નં.14માં પેલેસ રોડ પર મોતીવાલા હોસ્પિટલ દ્વારા કોર્પોરેશનની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર ત્રણ માળનું ગેરકાયદે બાંધકામ જે માર્જીનની જગ્યામાં કરી નાખવામાં આવતા અગાઉ ટીપી વિભાગે નોટીસ ફટકારી હતી છતાં હોસ્પિટલના સંચાલકોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી અને સ્ટે. મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ટીપી વિભાગે સમયસર કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલના સંચાલકો સ્ટે મેળવે તે પહેલા જ આજરોજ આ ગેરકાયદે બાંધકામને તોડી પાડયું હતું.
આજની ડિમોલિશનની કાર્યવાહીમાં ટાઉન પ્લાનીંગ શાખાનો સ્ટાફ તેમજ દબાણ હટાવ વિભાગ તથા બાંધકામ શાખા, રોશની ફાયર અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે વિજીલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer