ગોંડલમાં માસુમ બાળક સાથે અજુગતું કૃત્ય કરવા અંગે શિક્ષકની ધરપકડ

બાળકનું રાજકોટની હોસ્પિટલમાં પરીક્ષણ કરાયું
ગોંડલ, તા.25: અહીના કુંભારવાડા ખાતે આવેલી જૈન સંસ્કાર સ્કૂલમાં એલકેજીમાં અભ્યાસ કરતા માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવાના આરોપસર ગણિતના શિક્ષક સંદીપ દાણીધારિયાની પોલીસે ધરપકડ કરી હતી. માસુમ બાળકને મેડિકલ ચેકઅપ માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગઇકાલે જૈન સંસ્કાર સ્કૂલમાંથી પરત ફરેલા  માસુમ બાળકે તેની પાછળના ભાગે પીડા થતી હોવાની ફરિયાદ કરી હતી. સ્કૂલના શિક્ષકે તેની સાથે ખરાબ કર્યાની વાત કરી હતી. આ વાત સાંભળીને તેના માતા-પિતા ચોંકી ઉઠયા હતાં અને બાળકને સાથે લઇને સ્કૂલે ગયા હતાં. સ્કૂલમાં શિક્ષકો હાજર ન હતાં. પ્રિન્સીપાલ આશાબહેનને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ભોગ બનનાર બાળકને શિક્ષકોના ફોટા બતાવાયા હતાં. બાળકે ગણિતના  શિક્ષક સંદીપ દાણીધારિયા પર આંગળી મૂકી હતી. આ અંગે ફરિયાદ કરાતા પોલીસે શિક્ષક સંદીપ દાણીધારિયાની ધરપકડ કરી હતી. પીએસઆઇ વસાવા અને તેના રાઇટર પ્રભાતસિંહ વગેરેએ 24  જેટલા લોકોના નિવેદન નોંધ્યા હતાં.તપાસ  દરમિયાન સ્કૂલની લોબીના સીસીટીવી કેમેરા શંકાસ્પદ હાલતમાં બંધ હોવાનું જણાયું હતું. હાલમાં આ બનાવ અંગે કંઇ કાચુ કપાય નહી તે માટે  ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer