જામનગરમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકની ઉઠાંતરી અંગે પાંચ શખસોની ધરપકડ

જામનગરમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકની ઉઠાંતરી અંગે પાંચ શખસોની ધરપકડ
પકડાયેલાઓમાં જામનગરના એક-અમરેલીના ચારનો સમાવેશ
જામનગર, તા.25 : જામનગરના રાજપાર્ક પાસેથી રૂા.16 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રકની ઉઠાંતરી કરવાના આરોપસર એલ.સી.બી. પોલીસે જામનગરના એક અને અમરેલી જિલ્લાના ચાર શખસોની ધરપકડ કરી એક જીપ કબજે કરી છે.
જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા હરદેવસિંહ ભરતસિંહ ગોહિલે પોતાના રૂા.6 લાખની કિંમતના ટ્રકમાં રિલાયન્સ કંપનીમાંથી રૂા.14 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા ભર્યા હતાં. તા.11-8ના રાત્રે  ટ્રક  રાજપાર્ક પાસે પાર્ક કર્યો હતો. જેની કોઈ ઉઠાંતરી  કરી ગયું હતું.
આ ટ્રકની ઉઠાંતરી કરનાર શખસો જીપમાં નાગેશ્વર કોલોની પાસે આવ્યાં હોવાની બાતમી મળતા એલ.સી.બી.ના પી.એસ.આઈ.વી.વી.વાગડિયા તેમના સ્ટાફ સાથે પહોંચ્યાં હતાં  જામનગરમાં વુલનમીલ પાસે ભકિતનગરમાં રહેતા યુસુફ જુસબભાઈ બુખારી તથા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજપડી ગામના ઈમરાન અલીભાઈ ઘાંચી, ઈનાયત ફિરોજભાઈ સીપાઈ, જાહીદ યુનુસભાઈ શેખ તથા હારૂન અહમદ સંધીની ધરપકડ કરી જીપ તથા પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા હતાં.
પૂછપરછ દરમિયાન તેઓએ વીજપડીના મામદ દોસ્તમામદ સંધીએ જામનગરના યુસુફ જુસબભાઈ બુખારી સાથે મળી ટ્રકની ઉઠાંતરીનું કાવતરૂ ઘડયું હોવાનું અને પ્લાસ્ટિકના દાણા મોરબીના ભરત ગોકળભાઈ પટેલ, વિપુલ નરશીભાઈ પટેલ તથા મયૂર મનસુખભાઈ પટેલને વેંચવા આપ્યા હોવાનું કબૂલ કર્યુ હતું. પોલીસે મોરબીના ત્રણેય શખસો તથા વીજપડીના મામદ દોસ્તમામદને પકડવાની અને પ્લાસ્ટિકના દાણા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉઠાંતરી કરાયેલો ટ્રક આમરણ પાસેથી મળી આવતા પોલીસે તે કબજે કર્યો છે.
yes'>  અજેન્દ્રપ્રસાદ વડતાલ, ગઢડા, જૂનાગઢ મંદિરોની મિલકતોના હકદાર નહીં રહે, એટલું જ નહીં તેઓ આ મંદિરોમાં પ્રવેશ પણ નહીં કરી શકે. આ ઉપરાંત અજેન્દ્રપ્રસાદ આચાર્ય તરીકેના કોઇ અધિકાર ભોગવી શકશે નહીં. તેઓ ધૂન સહિતના કોઇ કાર્યક્રમોમાં પણ નહીં કરી શકે. આ વિવાદ હાઇકોર્ટમાં ચાલી જતા હાઇકોર્ટમાંથી અજેન્દ્રપ્રસાદને રાહત મળી છે અને હાઇકોર્ટે નડિયાદ કોર્ટે આપેલા ચુકાદા પર સ્ટે મુક્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer