મશહૂર કોમેન્ટેટર જસદેવ સિંઘનું નિધન

મશહૂર કોમેન્ટેટર  જસદેવ સિંઘનું નિધન
નવી દિલ્હી, તા.2પ: લોકપ્રિય ભારતીય ખેલ કોમેન્ટેટર જસદેવ સિંઘનું આજે 87 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત હતા. વિશ્વભરમાં પોતાના અવાજથી મશહૂર બનનાર જસદેવ સિંઘના નિધન પર ખેલ મંત્રી રાજયવર્ધન રાઠોડે શોક પ્રગટ કર્યોં છે. જસદેવ સિંઘ સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિને 1963થી રેડિયો અને દૂરદર્શનપર કોમેન્ટ્રી આપતા હતા. તેમને ઓલિમ્પિક રમતના સૌથી ઉંચા સન્માન ઓલિમ્પિક ઓર્ડરથી પણ સન્માનિત કરાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer