શહઝાદની સદીથી અફઘાનના 8/252

શહઝાદની સદીથી અફઘાનના 8/252
દુબઇ, તા.25 : એશિયા કપના આજના ઔપચારિક મેચમાં અફઘાનિસ્તાને ઓપનર મોહમ્મદ શહઝાદની આતશી સદી અને મોહમ્મદ નબીની આક્રમક અર્ધસદીની મદદથી 50 ઓવરના અંતે 8 વિકેટે 252 રનનો પડકારરૂપ સ્કોર ખડો કર્યો હતો. આથી ટીમ ઇન્ડિયાને ફાઇનલ પહેલા મેચમાં જીતનું 253 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. આજના મેચમાં ભારતીય ટીમનું સુકાન ધોનીએ સંભાળ્યું હતું. સુકાની રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યજુવેન્દ્ર ચહલને ફાઇનલ પહેલા વિશ્રામ અપાયો હતો. આ સામે મનીશ પાંડે, દીપક ચહર, સિધ્ધાર્થ કૌલ, ખાલિદ મોહમ્મદ અને કે.એલ. રાહુલને તક અપાઇ હતી. અફઘાનિસ્તાન તરફથી વિકેટકીપર- બેટસમેન મોહમ્મદ શહઝાદે 116 દડામાં 11 ચોકા અને 7 છકાથી આતશી 124 રન કર્યા હતા. જયારે નબીએ 56 દડામાં 3 ચોક્કા અને 4 છક્કાથી આક્રમક 64 રન કર્યા હતા.
િશેષ છે. બીજી તરફ બંગલાદેશના સુકાની મશરેફ મુતર્ઝાએ કહયું છે કે અમે ફરી એકવાર એશિયા કપના ફાઇનલમાં પહોંચવા  મકકમ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer