ક્રૂડ તેલનો ભાવ 100 ડોલર થવાની ભીતિ

ક્રૂડ તેલનો ભાવ 100 ડોલર થવાની ભીતિ
ભારતીય રીફાઈનર્સ આયાતમાં કાપ  મૂકે તેવી શકયતા
નવી દિલ્હી તા. 2પ:  ખનિજ તેલના કારોબારમાં પડેલાઓએ એવી આગાહી કરે છે કે ક્રુડના ભાવ વર્ષાન્ત સુધીમાં બેરલ દીઠ એકસો ડોલરને આંબી જશે, તે સ્થિતિમાં ભારતીય રિફાઈનરો તેમની આયાતમાં કાપ મૂકવા અને ઈન્વેન્ટરીઝમાં ઓલરેડી સંઘરેલા સોંઘા ખનિજ તેલ પર આધારિત રહેવાનું વિચારી રહ્યાનું આ ઉદ્યોગના એકઝીકયુટીવ્ઝ જણાવે છે. બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડના વાયદાના સોદાઓમાં સોમવારે બે ટકાનો ઉછાળો આવતાં બેરલ દીઠ 80 ડોલરના દરને અંાબી ગયા હતા, બીજી તરફ ઈરાન પરના અમેરિકી પ્રતિબંધોના આરંભની પહેલાંથી બજારોમાં સપાટો બોલી ગયો હતો.
રીફાઈનરી અધિકારીઓની તા. 1પમીની બેઠકમાં, સંઘરેલા ક્રુડ પુરવઠાની તરફેણમાં તેલની આયાત પર કાપ મૂકવાના આયોજનને ઈન્ડિયન ઓઈલના ચેરમેન સંજીવ સિંહે સમર્થન આપ્યું હતું.
બ્રેન્ટના ભાવ, ગઈ તા. 13 ફેબ્રુઆરીએ જે નીચાઈએ  હતા તેમાં  સોમવારે 30 ટકા વધારો થવા સાથે બેરલ દીઠ 80.47 ડોલરને આંબી ગયા હતા, જો કે રૂપિયાની દૃષ્ટિએ બ્રેન્ટના ભાવ તે પછીથી 47 ટકા વધ્યા છે, કારણ કે ભારતીય ચલણ, ડોલરની સામે વિક્રમી સ્તરે નીચો થયો છે.
ખનિજ તેલની આયાત પાછળ વ્યકિત દીઠ જીડીપીના જે હિસ્સાનો ખર્ચ થાય છે તે દૃષ્ટિએ ભારતમાં પેટ્રોલના ભાવ વિશ્વમાં સૌથી વધુ છે.
ઈંધણોનો ભાવવધારો ચાલુ મુંબઈમાં પેટ્રોલ રૂ. 90.22
નવી દિલ્હી, તા. 2પ: આજે ય સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો થવા સાથે મુંબઈમાં લીટર દીઠ રૂ. 90.22 પૈસાનો રહ્યો હતો, તે રીતે ડીઝલના ભાવ લીટર દીઠ રૂ. 78.69 પૈસા રહ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસે ઈંધણોના ભાવમાં ચાલુ રહેલા વધારાના વિરોધમાં પેટ્રોલ-ડીઝલના કેન્સ સાથે શ્રાદ્ધ કરી પ્રતિકાત્મક વિરોધ કર્યો હતે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer