જામનગરમાં 3.56 લાખની ચોરી

જામનગરમાં  3.56 લાખની ચોરી
જામનગર, તા.22: ન્યુ જેલ રોડ ઉપર પ્રેમચંદ કોલોનીમાં રૂા.3.56 લાખની માલમત્તાની ચોરી થઇ છે. પ્રેમચંદ કોલોનીમાં રહેતા જગદીશભાઈ અર્જુનભાઈ ધનવાણી તેમના પરિવાર સાથે દર્શનાર્થે ગયાં હતાં. દરમિયાન કોઈ તસ્કરો અંદર પ્રવેશ્યાં હતાં અને કબાટમાંથી રૂા.1 લાખ 25 હજારની રોકડ રકમ તથા રૂા.2 લાખ 31 હજારની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી નાશી ગયાં હતાં.  ચીજ વસ્તુઓ વેરવિખેર કરી નાખી હતી.  પી.એસ.આઈ.એસ.એચ.રાઠવા તેમના સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યાં હતાં અને તપાસ હાથ ધરી હતી. તસ્કરોને ઝડપવા ગુના શોધક શ્વાન અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની મદદ લીધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer