ફેક ન્યૂઝ : સોશિયલ મીડિયાની પ્લેટફોર્મની જવાબદારી વધશે !

ફેક ન્યૂઝ : સોશિયલ મીડિયાની પ્લેટફોર્મની જવાબદારી વધશે !
વોટ્સએપ, ફેસબૂક ઉપર ફર્જી અહેવાલો રોકવા દબાણ કરશે સરકાર

નવી દિલ્હી, તા. 22 : વોટ્સએપ અને ફેસબૂક સહિતના સોશિયલ પ્લેટફોર્મ ઉપર ફરતા નકલી સમાચાર ઉપર અંકુશ લાદવા માટે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારીમાં વધારો કરે તેવી સંભાવના છે. સરકારના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર ફરતા ફેક ન્યૂઝને લઈને કંપનીઓની જવાબદારી વપરાશકર્તાઓ કરતા વધુ છે. તેમજ સોશિયલ મીડિયાને વધુ વિશ્વાસપાત્ર બનાવવાના હેતુથી જવાબદારી અંગે મહત્ત્વનો નિર્ણય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટેલિકોમ સેક્રેટરી અરૂણા સુંદરરાજને એક અખબાર સાથે કરેલી વાતચીત પ્રમાણે સુંદરાજન જે કમિટિનો હિસ્સો છે. તે ઘણા બધા મુદ્દા ઉપર ધ્યાન આપી રહી છે.જેમાંથી એક સોશિયલ મીડિયા ઉપર ફેલાતા ફેક ન્યૂઝ માટેની જવાબદારી યુઝર્સથી કંપનીઓ ઉપર લઈ જવાનો છે.યુઝર્સ ઘણી વખત જાણ્યા વિના કોઈપણ પોસ્ટને શેર અથવા રિટ્વીટ કરે છે. તેવામાં હવે ભારતમાં રહેલા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ભારત સરકાર તરફ જવાબદારી બને છે. આ સાથે ફર્જી સમાચારને પારખવા માટે ટેક્નોલોજી વિકસાવવાની વોટ્સએપ પાસે ફરીથી માગણી કરવામાં આવશે.
 આ અગાઉ વોટ્સએપે પ્રાઈવસી પોલિસીનો હવાલો આપીને સરકારની માગ ફગાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer