પાન પેસિફિકના ફાઈનલમાં પહોંચી નાઓમી ઓસાકા

પાન પેસિફિકના ફાઈનલમાં પહોંચી નાઓમી ઓસાકા
ટોકિયો, તા. 22: અમેરિકી ઓપનના મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી જાપાનની નાઓમી ઓસાકાએ શનિવારે પાન પેસિફિક ઓપનના ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. અમેરિકી ઓપનના ફાઈનલમાં સેરેના વિલિયમ્સને હરાવનારી ઓસાકાએ પાન પેસિફિકમાં ઈટાલીની કેમિલા જિઅરજીને સીધા સેટમાં 6-2, 6-3થી મ્હાત કરી હતી. ડબલ્યુટીએ રેન્કિંગમાં 7માં ક્રમાંકે રહેલી ઓસાકાએ જીતવા માટે 1.9 કલાકનો જ સમય લીધો હતો. હવે ટુર્નામેન્ટના ફાઈનલમાં ઓસાકાનો મુકાબલો ચેક ગણરાજ્યની કેરોલિના પ્લિસકોવા સામે થશે. પ્લિસકોવાએ ક્રોએશિયાની ડોના વેકિકને 6-2, 4-6, 6-3થી પરાજિત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer