અફઘાન સામે અંતિમ ઓવરમાં જીત્યું પાકિસ્તાન

અફઘાન સામે અંતિમ ઓવરમાં જીત્યું પાકિસ્તાન
દુબઇ, તા. 22 : એશિયાકપમાં અફઘાનિસ્તાન સામે વિજય મેળવવામાં પાકિસ્તાન હાંફી ગયું હતું. અફઘાન ટીમે 257 રનનો લડાયક જુમલો ખડકયા બાદ પાકે અનુભવી શોએબ મલિકના 43 દડામાં 51 (અણનમ), ઇઝામુલ હકના 80 રન અને બાબર આઝમના 66 રનની મદદથી ત્રણ દડા બાકી હતા ત્યારે લક્ષ્ય પાર પાડયું હતું. પાકિસ્તાને ત્રણ વિકેટે વિજય હાંસિલ કર્યો હતો. પાકને છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી. મલિકે અનુભવ કામે લગાડીને પોતાની ટીમને જીત અપાવી હતી. અંતિમ ઓવર ફેંકનાર અફઘાની બોલર આફતાબ આલમ હાર માટે પોતાને જવાબદાર માનીને રડી પડયો હતો, ત્યારે ખુદ શોએબ મલિકે જ તેને સાંત્વના આપી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) આચારસંહિતાના પ્રથમ સ્તરના ઉલ્લંઘન બદલ પાકિસ્તાનના ઓલરાઉન્ડર હસન અલી, અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને રાશિદખાનના ખાતાંમાં એક-એક ‘િડમેરિટ’ અંક જોડી દેવાયો છે.અફઘાન સુકાનીનો ખભો રન લેવા દોડી રહેલા હસન સાથે ટકરાયો હતો, જ્યારે અફઘાનિસ્તાનના દાવમાં હસને પોતાનો જ દડો સ્ટ્રાઈકર હસનહુલ્લાહ તરફ ફેંકવાનો ઈશારો કર્યો હતો.  બીજી તરફ રાશિ પર પાકિસ્તાની દાવની 47મી ઓવરમાં આસિફ અલીને આઉટ કર્યા બાદ તર્જનીથી ઈશારો કરવા બદલ દંડ ફટકારાયો છે. હસન અને રાશિદને પહેલીવાર ડિમેરીટ મળ્યા છે, તો અસગર સામે 24 મહિનામાં આ બીજો મામલો બન્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer