ઈશ્વરિયા પાર્કના તળાવમાં બે ઈલેક્ટ્રીક બોટ મુકવા નિર્ણય

ઈશ્વરિયા પાર્કના તળાવમાં બે ઈલેક્ટ્રીક બોટ મુકવા નિર્ણય

ખોટ કરતા ઈશ્વરિયા પાર્કમાં નવા આકર્ષણના પ્રયાસ
હાલમાં હાથ-પગેથી ચાલતી 21 બોટ છે
લોકમેળાના ફંડમાંથી બે એનિમલ એમ્બ્યુલન્સ ખરીદાશે
રાજકોટ, તા. 18 : વહિવટી તંત્ર સંચાલિત ઈશ્વરિયા પાર્ક આમ પણ ખોટ કરે છે ત્યારે પાર્કની કમાણી જો કરી આપતું હોય તો એ બોટીંગ પ્રોજેક્ટ છે. કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર ડૉ. રાહુલ ગુપ્તાએ ઈશ્વરિયા પાર્કની મુલાકાત લીધી હતી અને તેમણે હાથ-પગથી ચલાવાતી 21 બોટ ઉપરાંત ઈલેક્ટ્રીકથી ચાલતી બીજી બે બોટ મુકવા માટે સૂચના
આપી છે.
હાલ ઈશ્વરિયા પાર્કમાં હાથ-પગથી ચલાવી શકાય તેવી 21 બોટ છે અને તેની દરરોજની સરેરાશ આવક રૂા.1200 આસપાસ અને રવિવારે રૂા.5000 જેટલી થવા જાય છે. આવક વધે અને લોકોને મનોરંજનનું વધુ એક સાધન મળી રહે, વૃધ્ધો, અશકતો પણ બોટીંગનો લાભ લઈ શકે તે માટે બે ઈલેક્ટ્રિક બોટ નાખવાની સૂચના કલેકટરે ઈશ્વરિયા પાર્કના સંચાલકોને આપી છે.
હાલ બોટમાં એક ફેરાનું 20 રૂપિયા ભાડું લેવામાં આવે છે પરંતુ ઈલેક્ટ્રિક બોટમાં ભાડું વધુ હશે તે સ્વાભાવિક છે. જો કે, હજુ ભાડું નકકી કરાયું નથી અને બોટ આવ્યા બાદ તે જાહેર કરવામાં આવશે. ઈશ્વરિયા પાર્કના તળાવનું પાણી ખાસ ઉંડુ નથી પરંતુ કયારેય કોઈ દૂર્ઘટના સજાર્ય ત્યારે તેને પહોંચી વળવા માટે લાઈફ જેકેટ હોવા જરૂરી છે તેવી સૂચના પણ જિલ્લા કલેકટર ડૉ.રાહુલ ગુપ્તા દ્વારા આપવામાં આવી છે. પશુઓ જ્યારે ઈજાગ્રસ્ત થાય અથવા તો બીમાર પડે ત્યારે તેમને સારવાર માટે પશુ દવાખાને લાવવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ.રાહુલ ગુપ્તાએ લોકમેળાના ફંડમાંથી બે એનિમલ એમ્બ્યુલન્સ ખરીદવાનો નિર્ણય લીધો છે. એમ્બ્યુલન્સની ખરીદી કરાયા બાદ તે પશુ દવાખાના માટે ફાળવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer