ખેલરત્ન સન્માનથી ઓલિમ્પિકનો ઉત્સાહ વધશે: મીરાબાઇ

ખેલરત્ન સન્માનથી ઓલિમ્પિકનો ઉત્સાહ વધશે: મીરાબાઇ
નવી દિલ્હી, તા.18: દેશના સૌથી પ્રતિષ્ઠિન ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને વેઇટલીફટર મીરાબાઇ ચાનૂના નામની ભલામણ સંયુકતરૂપે થઇ છે. વિરાટ અને મીરાબાઇને ખેલરત્ન એવોર્ડ મળ્યો નિશ્ચિત મનાઇ રહયો છે. માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે.
પોતાને ખેલરત્ન એવોર્ડ મળશે તેવા સમાચાર મીરાબાઇ ચાનૂએ જણાવ્યું હતું કે ઇજાને લીધે એશિયન ગેમ્સમાં ભાગ ન લેવાથી મેં આ એવોર્ડ માટે આશા છોડી દીધી હતી, પણ સોમવારે મારું નામ સામે આવ્યું અને એ સાથે હું ખુશીથી ઉછળી પડી. મારી આ સિધ્ધિનો પૂરો શ્રેય કોચ વિજય શર્માને મળે છે. મીરાબાઇએ કહયું કે મારું લક્ષ્ય ઓલિમ્પિકમાં મેડલ જીતવો છે. ખેલરત્ન સન્માનથી મારો ઉત્સાહ વધશે.
-----------
હું કેમ ભૂલાયો ? ગુસ્સામાં પહેલવાન બજરંગ
કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા પહેલવાન બજરંગ પૂનિયાને ખેલરત્ન એવોર્ડ માટે નજરઅંદાજ કરાયો છે. આથી આ કુસ્તી ખેલાડી ભારે નારાજ છે. તે હાલ બેંગ્લોરમાં ટ્રેનિંગ લઇ રહયો છે. તેને જેવી ખબર પડી કે વિરાટ કોહલી અને મીરાબાઇ ચાનૂને ખેલરત્ન મળશે. એ સાથે તેનો ગુસ્સો ફૂટી નીકળ્યો. તેણે કહયું કે આ એવોર્ડ કયા આધાર પર આપઇ છે. મારી ઉપલબ્ધિ કોઇ પણ ખેલાડીથી ઓછી નથી. મને કેમ નજરઅંદાજ કરાયો તે સમજાતું નથી. હું મારી લડાઇ લડીશ અને ખેલ મંત્રી રાજયવર્ધન રાઠોડની સામે મારો પક્ષ રાખીશ. હું કાલે જ દિલ્હી પહોંચી રહયો છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer