ગોવા: કોંગ્રેસને સરકાર રચવા તક અપાશે?

ગોવા: કોંગ્રેસને સરકાર રચવા તક અપાશે?
રાજ્યપાલને મળતા પક્ષપ્રતિનિધિઓ
પણજી, તા. 18: ગોવાની મનોહર પર્રિકરની સરકારને બરતરફ કરવામાં આવે તેવી માગણી કરતા ગોવા કોંગ્રેસને તેનો કેસ રજૂ કરવા રાજ્યપાલ મૃદુલા સિંહાને મળવા અપોઈન્ટમેન્ટ અપાયાને પગલે કોંગ્રેસી પ્રતિનિધિઓ રાજ્યપાલને મળ્યા હતા. રાજ્ય સરકાર કાર્યરત રહી શકી નથી અને શાસન સ્થગિત થઈ ગયું છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે. પેક્રિઆટીક બીમારીની સારવાર સબબ 7 માસમાં 3 વાર અમેરિકા જઈ આવેલા પર્રિકર (62)ના સ્વાસ્થ્ય મામલે પ્રવર્તતી ચિંતાજનક સ્થિતિ વચાળે કોંગ્રેસની આ હિલચાલ ચાલી રહી છે. અમને તક અપાય તો અમે ગૃહમાં બહુમતી પુરવાર કરી આપશું એમ જણાવતા પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત જો કે રાજ્ય વિધાનસભામાં અર્ધા આંકે પહોંચવાનું પક્ષ કઈ રીતે પાર પાડી શકશે તે વિશે કંઈ ફોડ પાડી જણાવ્યુ ન હતું. રાજ્ય વિધાનસભાની કુલ 40 બેઠકો પૈકી 16 ધરાવવા સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે, પરંતુ 14 બેઠકો ધરાવનાર ભાજપ જીએફપી અને એમજીપી સાથે જોડાણનો મેળ કરી લઈ સરકાર રચી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer