કાશીમાં પોતાનાં કામોનો હિસાબ આપતાં વડાપ્રધાન

કાશીમાં પોતાનાં કામોનો હિસાબ આપતાં વડાપ્રધાન
-જન્મદિનનાં બીજા દિવસે સ્થાનિક વિકાસ કામો મુદ્દે અગાઉની સરકારો ઉપર બોલાવ્યો હુમલો
વારાણસી, તા.18: પોતાનાં જન્મદિને પોતાનાં સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે પોતાનાં કામોનો હિસાબ આપ્યો હતો અને અગાઉની સરકારો ઉપર પોતાની આગવી છટાંથી હુમલો બોલાવ્યો હતો.  તેમણે કહ્યું હતું કે વારાણસીમાં પપ0 કરોડ રૂપિયાથી વધુનાં પ્રોજેક્ટનાં લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. અગાઉ કાશીને ભોળાનાથનાં ભરોસે છોડી દેવાયું હોવાનાં સાક્ષી સૌ કોઈ છે.  તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજના ગણાવતાં વારાણસીમાં માર્ગ, રેલ, ગેસ, એલઈડી, વાયુસેવા માટે કરવામાં આવેલા કામોની વિગતો આપી હતી. તેમણે આગળ કહ્યું હતું કે તેઓ માત્ર વડાપ્રધાન તરીકે નહીં પણ એક સાંસદ તરીકે પણ પોતાનાં કામોનો હિસાબ આપવા જવાબદેહ છે. તેમણે કહ્યું હતું કે વિકાસનાં આ કાર્યો ફક્ત વારાણસી શહેરમાં જ નહીં બલ્કે આસપાસનાં ગામડાઓમાં પણ થયા છે. અગાઉ રિંગરોડનું કામ ફાઈલોમાં દબાયેલું હતું. 2014માં આ કામ શરૂ કરવામાં આવ્યું પણ અગાઉની સરકારે તેને વેગવાન બનવા દીધું નહીં. યોગી સરકાર આવ્યા બાદ જ તેમાં ઝડપ આવી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer