સૌ. યુનિ. 64 લાખના ખર્ચે એસી, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે ખરીદશે

સૌ. યુનિ. 64 લાખના ખર્ચે એસી, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે ખરીદશે
ફાઈનાન્સ કમિટીની બેઠકમાં લાખોના ખર્ચ ધડાધડ મંજૂર
રાજકોટ, તા. 1ર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે મળેલી ફાઈનાન્સ કમિટીની બેઠકમાં એસી, લેપટોપ, કોમ્પ્યુટર વગેરે ખરીદવા 64 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
 કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મહેકમ માટે 6 કોમ્પ્યુટર ખરીદવા ર લાખ, કોમ્પ્યુટર સેન્ટર માટે સાત કોમ્પ્યુટર ખરીદવા 3.84 લાખ, કન્વેન્શનલ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા ફીટ કરવા 6.9પ લાખ, આઠ ભવનોમાં આઠ એન્ડરોઈડ પ્રેજેક્ટર ખરીદવા 1ર લાખ, આંકડાશાસ્ત્ર ભવન માટે સર્વર ખરીદવા 1.40 લાખ, કેમેસ્ટ્રીના સાધનમાં ઉપયોગમાં લેવાતા ગેસ રીફીલ કરાવવા ર.રર લાખ મંજૂર કરાયા હતા.
 તેમજ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા પચ્ચીસ લેપટોપ તથા 4પ લોઅર કોન્ફીગરેશન ડેસ્કટોપ ખરીદવા સંભવિત 31.4પ લાખ, ફિઝીક્સ ભવનમાં લેબોરેટરી માટે 1.પ ટનના 6 એસી ખરીદવા 1.98 લાખ, મશીનના મેઈન્ટેનન્સ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટના 1.94 લાખ મળી કુલ 64 લાખના ખર્ચને ધડાધડ બહાલી અપાઈ હતી.
 રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રાન્ટના વપરાશ સંદર્ભે આજની મીટીંગમાં વિચારણા કરી આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
પીએચ.ડી. કાંડમાં દોષિત સામે નમૂનારૂપ પગલાં લેવા માગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાયો સાયન્સ ભવનના પ્રોફેસર પંચાલે તેના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી રહેલી પીએચડીની વિદ્યાર્થિની પાસે અઘટીત માગણી કરવામાં આવી હોવા મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કાળી પટ્ટી બાંધીને યુનિવર્સિટી કુલપતિને આવેદન પાઠવાયું હતું. જેમાં આ ઘટનામાં તટસ્થ તપાસ કરી દોષિત સામે નમૂનારૂપ પગલાં લેવા માગ કરી હતી. આ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલની સક્રિયતા વધારવા અનુરોધ કરાયો હતો. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer