સૌરાષ્ટ્રમાં 5 GIDC માટે ફાળવાઈ જમીન

સૌરાષ્ટ્રમાં 5 GIDC માટે ફાળવાઈ જમીન
રાજ્યમાં બનશે 8 નવી GIDC, કુલ 1050.32 હેકટર જમીનની ફાળવણી
ગાંધીનગર, તા. 12 : મહેસૂલ પ્રધાન કૌશિકભાઇએ જણાવ્યું હતું કે,રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરી ને સમયબધ્ધ આયોજન કર્યું છે ઉદ્યોગકારોને પણ જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે રાજ્યમાં નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ પણ કાર્યરત કરી છે ત્યારે યુવાનોને રોજગારી પુરી પાડવા રાજ્યમાં નવ નવી ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે 1050.30 હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ જીઆઈડીસી માટે જમીન ફાળવાઈ છે. આ પાંચમાંથી એક રાજકોટ, એક સુરેન્દ્રનગર, એક મોરબી અને બે જીઆઈડીસી ભાવનગર નજીક બનશે.
મહેસૂલ પ્રધાન કૌશિકભાઇએ ઉમેર્યુ હતું કે,રાજ્યમાં ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા  માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનેકવિધ આયોજનો કર્યા છે, જેના પરિણામ રૂપ ઉપલબ્ધ રોજગારીના કારણે ગુજરાત દેશભરમાં રોજગારી પુરી પાડવામાં મોખરે રહ્યું છે આજે આ નવી નવ જીઆઇડીસીઓના કારણે વધુ રોજગારી ઉપલબ્ધ બનશે. સાથે સાથે લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે.
તેમણે ઉમેર્યુ કે, પાટણ જિલ્લાના વાગોસણા ખાતે નિર્માણ થનાર જીઆઇડીસી માટે 51.46 હેકટર મહેસાણાના ઐઠોર માટે 47 હેકટર,આણંદ જિલ્લાના ઇન્દ્રજણ માટે 40.19 હેકટર,રાજકોટ જિલ્લાના ખીરસરા માટે 93.63 હેકટર, મોરબી જિલ્લાના છત્તર માટે 24.69 હેકટર, સુરેન્દ્રનગર જિલ્લાના વણોદ માટે 371.60 હેકટર ભાવનગર જિલ્લાના નવા માઢીયા માટે 300 હેકટર તથા નારી માટે 115.25 હેકટર અને ગાંધીનગર જિલ્લાના ભાટ ખાતે નિર્માણ થનાર જીઆઇડીસી માટે  હેકરટ જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે આ ફાળવવામા ં આવનાર જમીન પૈકી 70 ટકા જમીન બજાર કિંમતના 50 ટકા ભાવે તથા બાકીની 30 ટકા જમીન વર્તમાન બજાર કિંમતના અનુસાર જીઆઇડીસીને આપવામાં આવશે. જીઆઇડીસી દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલ કિંમતના 50 ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાંથી જિલ્લાનો વિકાસ થશે અને સાથેસાથે અનેક લોકોને રોજગારી પણ મળશે.
 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer