જામનગરમાં રૂા.18 હજારની ઉઘરાણીના પ્રશ્ને યુવાનનું ખૂન

જામનગરમાં રૂા.18 હજારની ઉઘરાણીના પ્રશ્ને યુવાનનું ખૂન
જામનગર, તા.12: બર્ધન ચોક વિસ્તારમાં ગઈરાત્રે રૂા.18 હજારની ઉઘરાણીના પ્રશ્ને બે શખસોએ છરીના ઘા ઝીંકી એક યુવાનનું ખૂન કર્યાનું જાહેર થયું છે.
ટીંબાફળી જાંબુડી મસ્જિદ પાસે રહેતો રફિક મહમદભાઈ માંકડિયા (ઉ.40) મોટર સાઈકલ ઉપર ગઈરાત્રે 12-30 વાગાના સુમારે બર્ધન ચોકમાંથી પસાર થતો હતો ત્યારે નઝીર ઉર્ફે  ગંઢાબાપુ તથા અઝરૂ મણિયાર નામના શખસે તેને સિંધી મારકેટની ગોલાઈ પાસે આંતર્યો હતો. અઝરૂએ તેને પકડી રાખ્યો હતો અને નઝીરે તેના ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી નાશી ગયાં હતાં.
ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રફિકનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ખૂન અંગે મરનારના ભાઈ યુસુબ મહમદભાઈ માકડિયાએ નઝીર તથા અઝરૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ ઈન્સ્પેકટર કે.કે.બુવળે તપાસ હાથ ધરી છે.
મરનાર રફિક માકડિયા નઝીર પાસે રૂા.18 હજાર માંગતો હતો. જેની ઉઘરાણી કરવા છતાં નઝીર પૈસા આપતો નહોતો અને બહાના બતાવતો હતો. બે દિવસ પહેલા પણ બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી નઝીરે પોતાના સાથીદાર અઝરૂને સાથે રાખી ગઈરાત્રે રફિક ઉપર હુમલો કરી તેનું ખૂન કર્યું ં હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer