જેતપુરના સાડી ઉદ્યોગને જીવતદાન: કલોઝર હુકમ 3 માસ માટે મુલત્વી

જેતપુરના સાડી ઉદ્યોગને જીવતદાન: કલોઝર હુકમ 3 માસ માટે મુલત્વી
પ્રદૂષણ ન થવાની લેખિત બાંયધરી માન્ય રખાઇ
મંત્રી જયેશ રાદડિયાની દરમિયાનગીરીથી પ્રશ્ન ઉકેલાયો
જેતપુર, તા.12 : જેતપુર સાડી ઉધોગને પ્રદૂષણ બોર્ડ દ્વારા જે કલોઝરનો હુકમ આપવામાં આવ્યો હતો તેની સામે મંત્રી રાદડિયાની દરમિયાનગીરીથી સાડી ઉદ્યોગ દ્વારા પ્રદૂષણ ન થવાની લેખીત બાંહેધરી અને બેન્ક ગેરેન્ટી રજૂ કરતા બોર્ડ દ્વારા માન્ય રાખી ત્રણ મહિનાની મહોલતથી કલોઝર હુકમ મુલત્વી રાખવાનો હુકમ કરતા કારીગર વર્ગમાં તેમજ કારખાનેદારોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.
જેતપુર સાડી ઉધોગને પ્રદૂષણ બાબતે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા કારખાનાઓના કેમીકલ યુકત પાણીને શુદ્ધ કરવાના ચાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના વીજ જોડાણ કાપવાનો પીજીવીસએલને હુકમ કરતા જેતપુર સાડી ઉધોગ પ્રદૂષણ બોર્ડના આ કલોઝરના હુકમથી ઘેરા સંકટમાં આવી ગયું હતું અને આ હુકમથી શહેરના અંદાજીત પંદરસો જેટલા સાડીઓના કારખાનાઓના 50 હજાર જેટલા કારીગરો બેરોજગાર બની જવાનો ભય સતાવવા લાગતા ડાઇંગ એસો.ને જેતપુરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને વાત કરતાં મંત્રીએ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગત 16 ઓગસ્ટના રોજ ડાઇંગ એસો.ને જે પ્રમાણેનું ડાયરેકશન નોટિસ આપી હતી તે બાબતે સોગંધનામું અને બેન્ક ગેરેન્ટી સબમિટ કરાવી આપતા પ્રદૂષણ બોર્ડ દ્વારા માન્ય રાખી ત્રણ મહિના સુધી કલોઝર શરતી રીતે હટાવવાનો હુકમ કરી તેની નકલ પીજીવીસીએલને મોકલી વીજ કનેકશનો હાલ પુરતું ન કાપવા જણાવેલ હતું.
 પ્રદૂષણ બોર્ડ દ્વારા કલોઝરનો હુકમ મુલત્વી રાખતા કારખાનેદારો તેમજ કારીગરોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી.
જેતપુરમાં સ્ટીમ પ્રોસેસર્સ
ચાલુ થાય તો જ પ્રદૂષણ અટકે
જેતપુર, તા.1ર: દેશ અને દરિયાપાર સાડી ઉદ્યોગનું હબ જેતપુર શહેરમાં રંગબેરંગી કલરયુક્ત કોટન સાડી, ડ્રેસ, કૂર્તી, ખાંગા-કીંગાટા સહિત અનેક પહેરવેશની વસ્તુઓ પ્રિન્ટ થાય છે ત્યારે સમગ્ર ભારત જ નહીં પરંતુ આફ્રિકા ખંડના ર0 દેશમાં, યુરોપમાં, દુબઇમાં પણ જેતપુરનું કોટન પ્રિન્ટિંગ પ્રખ્યાત છે 5રંતુ પ્રદૂષણની પળોજણ દિવસેને દિવસે વધી ગઈ છે.  શહેરમાં ચાલતા સાડી પ્રિન્ટિંગ યુનિટો અંદાજિત 1400 તથા પ્રોસેર્સ હાઉસ 3ર જેટલા સમાવેશ થાય છે, જેમાં ગ્રે ટુ વ્હાઇટ કપડું કરવા, પ્રિન્ટિંગ મજૂરી, સીલીકેટ તથા ધોલાઈ જેવા તમામ વિભાગનાં પ0 હજારથી વધુ મજૂરોનું ભરણપોષણ આ ઉદ્યોગોથી થઇ રહ્યું છે.
પ્રદૂષણનો વ્યાપ કેમિકલ યુક્ત પ્રોસેસર્સથી જ વધ્યો છે, તેવું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે, છતાં માલેતુજાર ઉદ્યોગપતિઓની લાજ કાઢતું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેમિકલ પ્રોસેર્સ બંધ કરવાનો હુકમ કરી શકતું નથી, તેનું પણ એ જ કારણ હોઇ શકે કે, ડાંઇગ એશો.ના તમામ હોદ્દેદારો પ્રોસેસર્સ હાઉસ ધરાવે છે. જેથી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને સાચવવામાં માહિર છે. તેના કારણે કેમિકલ પ્રોસેસર્સ બંધ કરી સ્ટીમ પ્રોસેસર્સ ચાલુ કરાવી શકતા નથી.  પ્રદૂષણ અટકાવવું જ હોય તો કોઇ જાગૃત નાગરિક ફરિયાદ કરે ત્યારે જ પ્રદૂષણ અટકાવવાની કોશિશ ચાલુ કરે છે. જેતપુરમાં પ્રદૂષણનું હિત અને લોકોની આરોગ્યની જરા પણ ચિંતા કરવાની કોશિશ થતી હોય તો પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે તમામ પ્રોસેસર્સ હાઉસને ક્લોઝર આપી દેવા જાઇએ અને તેના બદલે સ્ટીમ પ્રોસેસર્સ યુનિટો ઉપર કામ કરાવવાનું શરૂ કરવું જાઇએ તેવું શહેરના દરેક નાગરિકો કહી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer