KBCમાં સુરતનાં સંદીપે જીત્યા 2પ લાખ

KBCમાં સુરતનાં સંદીપે જીત્યા 2પ લાખ
14મા સવાલમાં અટવાઈને રમત છોડવાનો નિર્ણય લીધો
મુંબઈ,તા.12: કૌન બનેગા કરોડ પતિમાં સુરતનાં ગ્રાફિક ડિઝાઈનર સંદીપ સાવલિયાએ જોરદાર સામાન્ય જ્ઞાનનું પ્રદર્શન કરતાં 2પ લાખ રૂપિયા જેટલી રકમ જીતી હતી. મહાભારત વિશે 14મા સવાલમાં અવઢવમાં મુકાયેલા સંદીપે રમત છોડી દેવાનો નિર્ણય કર્યો હતો અને સન્માનજનક રકમ જીતીને પરત આવ્યો છે. કર્ણનાં પુત્રોનાં નામ આપીને તેનાં પિતાનું નામ પૂછવામાં આવેલું. જેમાં સંદીપને અર્જૂન અને યુધિષ્ઠિર પૈકી એક નામ સાચો જવાબ હોવાનું લાગ્યું હતું. જો કે તેણે આ તબક્કે રમત છોડવાનો નિર્ણય લઈને પોતાની જીતની રકમ સુનિશ્ચિત કરવાનું મુનાસીબ લાગ્યું તે યોગ્ય બની રહ્યું.
સંદીપ વૃજલાલ સાવલિયા સુરતમાં ગ્રાફિક ડિઝાઈનર છે અને પોતાનો બિઝનેસ કરે છે. સંદીપે સેટ ઉપર આવતાં પહેલા પણ ઘણી જ મહેનત કરી હતી. સંદીપે કહ્યું હતું કે, રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓડિશન માટે દિલ્હીથી ફોન આવ્યો હતા. ત્યારબાદ દિલ્હીમાં પસંદગી માટે અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. આ અગાઉ સંદીપે અમિતાભ બચ્ચન અંગે કહ્યું હતું કે, બિગ બી ઘરે મહેમાન આવ્યા હોય તેવી રીતે સામે રહ્યા હતા અને પૌત્રની જેમ મહત્ત્વની સલાહ આપી હતી. આ ઉપરાંત સંદીપે કહ્યું હતું કે તેનું વજન આઠ વર્ષમાં એક કિલો પણ વધ્યું ન હોવાથી બિગ બીએ ખાવાપિવાની સલાહ આપી હતી. સંદીપે કેબીસીમાં ભાગ લેવા માટે સલાહ આપતા કહ્યું હતું કે, લોકોએ આસપાસની તમામ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ અને વાંચન કરવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ કંપનીના રેપર ઉપર કંપનીના નામ, લોગો વગેરે ધ્યાને લેવા જોઈએ અને હોટ સીટ ઉપર ક્યારેય ઉતાવળ ન કરવાની સલાહ આપી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer