પાક. દ્વારા ઓખા અને પોરબંદરના 18 માછીમારોના ત્રણ બોટ સાથે અપહરણ

પાક. દ્વારા ઓખા અને પોરબંદરના 18 માછીમારોના ત્રણ બોટ સાથે અપહરણ
દ્વારકા,તા.12 : ઓખાની એક અને પોરબંદરની બે મળી કુલ ત્રણ બોટ સાથે 18 માછીમારોના પાકિસ્તાન મરીન સિકયોરીટી દ્વારા અપહરણ થતાં માછીમારોના પરિવારોમાં ચિંતાનું મોજુ પ્રસરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે હજુ ગઇ તા.15મી ઓગસ્ટે જ પાકિસ્તાને કેટલાક માછીમારોને વાઘા બોર્ડરથી મુકત કર્યા હતા. આ ઘટનાને હજુ એક મહિનો પૂરો થયો નથી ત્યાં ફરી માછીમારોના અપહરણ કરાયા છે. પાકિસ્તાને ભારતીય માછીમારોની 500 જેટલી બોટ પણ પાછી આપી નથી.
ભારતીય જળસીમા નજીક આજે વહેલી સવારે માછીમારો જાળ પાથરી માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાન મરીન સિકયુરીટીએ ઘેરી લીધા હતા અને 3 બોટ અને 18 માછીમારોને બંદૂકના નાળચે ઉઠાવી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer