પેટ્રોલ પુરાવો અને મેળવો મફત ચા-નાસ્તો

પેટ્રોલ પુરાવો અને મેળવો મફત ચા-નાસ્તો
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારા વચ્ચે મધ્યપ્રદેશના સેંઘવામાં મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર દિલચસ્પ નજારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર લાગતા વેટના કારણે ઈંધણ મોંઘુ છે. જેના કારણે ટ્રક અને અન્ય વાહનોના ચાલકો મહારાષ્ટ્રમાં જઈને પેટ્રોલ-ડીઝલ પુરાવી રહ્યા છે અને આ સ્થિતિમાં પેટ્રોલ પંપ માલિકોને નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન ઘટાડવા માટે પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ-ડીઝલ ભરાવવાના બદલામાં મફતમાં ચા- નાસ્તો અને લકી ડ્રો મારફતે મોબાઈલ, ફ્રીજ, એસી, લેપટોપ અને બાઈક જીતવાની તક આપી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer