વાયુસેનાના વડા ધનોઆનું રાફેલ સોદાને સમર્થન
નવી દિલ્હી, તા. 12: રાફેલ કરાર ઉપર વિપક્ષ દ્વારા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર સતત પ્રહારો થઈ રહ્યા છે. તે સમયે ભારતીય વાયુસેનાએ આ કરારનું સમર્થન કર્યું છે. વાયુસેના ચીફ બી.એસ. ધનોઆએ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને રાફેલ વિમાનને દેશની હવાઈ સીમાની રક્ષા માટે ખૂબ જ જરૂરી ગણાવ્યા હતા. ધનોઆના મતે આપણા પાડોસી દેશો પરમાણુ હથિયારો ધરાવે છે અને વર્તમાન સમયમાં પોતાના યુદ્ધવિમાનના આધુનિકીકરણમાં વ્યસ્ત છે. આ સમયે રાફેલ ભારત માટે ઉપયોગી સાબિત થશે.
‘ભારતીય વાયસેનાની સંરચના, 2035’ વિષય ઉપરના કાર્યક્રમમાં ધનોઆએ કહ્યું હતું કે, રાફેલ અને એસ-400 મારફતે સરકાર વાયુસેનાને મજબૂત બનાવવાની કામગીરી કરી રહી છે.
છેલ્લા એક દશકામાં ચીને ભારતની સરહદથી જોડાયેલા સ્વાયત ક્ષેત્રમાં રોડ, રેલ અને એરફિલ્ડનો ખૂબ જ જડપથી વિકાસ કર્યો છે. તેવામાં મુશ્કેલીના સમયે રાફેલ ઉપયોગી સાબિત થશે. ધનોઆએ ઉમેર્યું હતું કે, સૂત્રો પાસેથી મળેલી વિગત પ્રમાણે ચીન પાસે 1700 જેટલા એરક્રાફ્ટ છે. જેમાંથી 800 ફોર્થ જનરેશનના છે.
‘કોંગ્રેસી વકીલો અંબાણીનો કેસ ન લડે’
રાફેલ સોદા મામલે રાહુલ ગાંધીએ કરી તાકીદ
નવી દિલ્હી, તા. 12 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલના મામલે એક ધ્યાન ખેંચનારો ફેંસલો લેતાં પક્ષના દિગ્ગજ વકીલોને અંબાણીનો કેસ કોઈપણ કિંમતે નહીં લડવાની તાકીદ કરી દીધી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની સલાહ લીધા પછી રાહુલે આ નિર્ણય કર્યો છે તેની પાછળ વરિષ્ઠ નેતાઓનો તર્ક એ છે કે પક્ષ આ રાફેલ યુદ્ધ વિમાનના મામલા પર કોઈની સાથે સમજૂતી કે સમાધાન નહીં કરે.
‘પાક. સામે લડવા રાફેલ જરૂરી’
