સ્પેનિશ સુપર કપમાં બાર્સિલોના રેકોર્ડ 13મી વખત ચેમ્પિયન

સ્પેનિશ સુપર કપમાં બાર્સિલોના  રેકોર્ડ 13મી વખત ચેમ્પિયન
મોરક્કો, તા.13: બાર્સિલોનાએ છેલ્લે સુધી ચાલેલા રોમાંચક મુકાબલાના અંતે સેવિલાને 2-1 ગોલથી હાર આપીને રેકોર્ડ 13મી વખત સ્પેનિશ સુપર કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો હતો. બાર્સિલોના તરફથી ફ્રાંસીસી સ્ટ્રાઇકર ઓસ્માને ડમ્બેલેએ બીજો ગોલ કર્યો હતો. જે વિજયી સાબિત થયો હતો. સેવિલાની શરૂઆત સારી હતી અને નવમી મિનિટે પાબ્લો સરાબિયાના ગોલથી બાર્સિલોના પર 1-0ની સરસાઇ મેળવી હતી. આ પછી ગેરાર્ડ પિકે ગોલ કરીને બાર્સિલોનાને 1-1ની બરાબરી પર લાવી દીધું હતું. જ્યારે ડેમ્બેલેએ 78મી મિનિટે બાર્સિલોના માટે વિજયી ગોલ કર્યો હતો. બાર્સિલોનાના નવા કેપ્ટન મેસ્સીએ નવી ભૂમિકા મેળવ્યા બાદ પહેલી ટ્રોફી મેળવી હતી. બાર્સિલોના સાથે મેસ્સીનો આ કુલ 33મો ખિતાબ છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer