મરાઠાઓના બંધના એલાનમાં મહારાષ્ટ્રમાં તનાવ: નેટ બંધ

મરાઠાઓના બંધના એલાનમાં મહારાષ્ટ્રમાં તનાવ: નેટ બંધ
અનામતની માગણી સાથે મરાઠાઓના પ્રદર્શનમાં નજીવી હિંસા
 
પૂણે/મુંબઈ, તા. 9:  મુખ્યત્વે સરકારી રોજગારો અને શિક્ષણમાં અનામતની માગણી સાથે મરાઠા ક્રાંતિ મોરચાએ આજ માટે રાજ્યવ્યાપી બંધના આપેલા એલાનને પગલે અગમચેતીરૂપે કેટલાક જિલ્લાઓમાં ઈન્ટરનેટ અને રાજ્યની બસસેવાઓ સ્થગિત રખાઈ હતી. પૂણે જિલ્લાના 7 તાલુકાઓમાં નેટ સેવાઓ સ્થગિત રખાઈ હતી. પૂણેમાં એસટી બસો દોડાવાઈ નહોતી. પેટ્રોલપંપ અને શાકભાજી બજારો બંધ રહ્યા હતા. સજ્જડ સલામતી બંદોબસ્ત છતાં મવાલી તત્ત્વોએ, રાજ્યમાં મોટા ભાગના હિસ્સાઓમાં શાળાકોલેજો અને વ્યાપારધંધા બંધ રખાવ્યા હતા. પૂણે અને અહમદનગર ઉપરાંત મરાઠવાડા પ્રદેશના અનેક જિલ્લાઓમાં ય શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ બંધ રહ્યા હતા.
મુંબઈ, નવી મુંબઈ અને થાણે જિલ્લાઓ બંધમાં સામેલ નહોતા થયા છતાં, અગાઉના વિરોધ વેળા મચેલી ગરબડ ધ્યાને લઈ અમુક વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી.
પૂણે, લાતુર, ઔરંગાબાદ અને અહમદનગર જિલ્લાઓમાં હિંસાના છૂટાછવાયા બનાવ બન્યા હતા.નાગપુરમાં મરાઠા સમુદાયની મહિલાઓએ વિરોધમાં પૂતળાદહન કર્યું હતું અને દુકાનો પર પથ્થરમારો કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer