સાયલાનાં હડાળા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી જીપ પકડાઇ

સાયલાનાં હડાળા નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી જીપ પકડાઇ
રૂ. 3.40 લાખનો દારૂ અને જીપ સાથે એક શખસની ધરપકડ, ચાલક ફરાર
સુરેન્દ્રનગર, તા. 9: સુરેન્દ્રનગરનાં સાયલા નજીક હડાળા ગામ પાસેથી પોલીસે બાતમીનાં આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી જીપ ઝડપી લીધી હતી. પોલીસે રૂ. 3.40 લાખનો દારૂ અને જીપ મળી કુલ રૂ. 7.45 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાલક ફરાર થઇ ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ સાયલાનાં હડાળા ગામથી ધાંધલપુર તરફ જતા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી જીપ પસાર થવાની હોય જે અંગેની બાતમી મળતા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સૂચનાથી સાયલા પીએસઆઇ ડી.ડી. ચુડાસમા, એએસઆઇ મહેન્દ્રસિંહ સહિતનાં સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી જીપને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે જીપ હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતા ચાલક બોલેરો જીપ મૂકી નાસી ગયો હતો. પોલીસે જીપની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ નં. 852 (કિ.3.40 લાખ) મળી આવતા દારૂ અને જીપ મળી કુલ રૂ. 7.45.800નો મુદ્દામાલ કબજે કરી કલીનર ભરત મેરા મકવાણા (રે. નોલી તા. સાયલા)ની ધરપકડ કરી હતી. જ્યારે ચાલક પ્રકાશ રાજા પાંચલ (રહે. લાખાવડ) નાસી જતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer