ભાવનગરમાં ઘોડિયામાંથી ગુમ થયેલા બાળકનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળ્યો

આઠ સાધુ જેવા શખસોએઁ અપહરણ કરી હત્યા કર્યાનો આક્ષેપ

ભાવનગર, તા.9 : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કબ્રસ્તાન પાસે રહેતા દિનેશભાઈ પરમાર નામના યુવાનનો 18 દિવસનો પુત્ર ઘોડિયામાં સુતો હતો. બાદમાં ગુમ થઈ જતા પરીવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને 8 સાધુ-બાવા જેવા શખસો આવ્યા હતા અને બાળકનું અપહરણ કરી ગયાના આક્ષેપો કર્યા હતા.
દરમિયાન ગુમ થયેલ માસુમ બાળક દિનેશભાઈના ઘરના પાણીના ટાંકામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો અને મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યારે બે બાવા જેવા શખસોને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યા હતા. મૃતક બાળકના પરીવારજનોએ આ શખસોએ માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરી નાખ્યાનો આક્ષેપ કરતા પોલીસે અટકાયતમાં લીધેલા બે શખસોની આકરી પૂછતાછ શરૂ કરી હતી. આ બનાવના પગલે ભાવનગરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer