બીટકોઇન કૌભાંડમાં વિદેશ ભાગી ગયેલા આરોપીઓની વિગતો પાસપોર્ટ કચેરીમાંથી મંગાવવામાં આવશે

અમદાવાદ, તા.9: બીટકોઇન કૌભાંડના વિદેશ ભાગી ગયેલા ચાર માસ્ટર માઇન્ડ આરોપીઓને પકડી પાડવા માટે સીઆઇડી ક્રાઇમની ટીમે પાસપોર્ટ કચેરીમાંથી વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે. એટલું જ નહીં બીટ કનેક્ટ કંપનીમાંથી મેળવેલા નાણાંનું રોકાણ કરી મિલકતો ખરીદી હશે તો તે અંગેની અને તેના સગાસંબંધીઓએ આ સમયગાળા દરમિયાન ખરીદેલી મિલકતોની માહિતી મેળવ્યા બાદ તે ટાંચમાં લેવાની કામગીરી પણ કરશે.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, બીટ કનેક્ટ કંપની શરૂ કરી હજારો રોકાણકારોના કરોડો રૂપિયા લઇ નાસી છૂટેલા સતીશ કંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા અને ધવલ માવાણી સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયા બાદ તપાસ આગળ ધપાવાઇ છે. જો કે આ ચારેય વિદેશ ભાગી ગયા હોવાની વાત ધ્યાને આવતા સીઆઇડી ક્રાઇમની ટીમે પાસપોર્ટ ઓફિસમાંથી આ ચારેયની વિગતો મેખવવાની કામગીરી હાથ ધરી છે. આ માહિતી મળ્યા બાદ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer