જામનગરના ચિલ્ડ્રન હોમના બાળકોને માનસિક ત્રાસ-મારકૂટ: હાઉસ ફાધરની ધરપકડ

જામનગર, તા.9 : જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આવેલા ચિલ્ડ્રન હોમના બાળકોને ચિલ્ડ્રન હોમના હાઉસ ફાધર દ્વારા માનસિક ત્રાસ અને હુમલો કરી બિન જરૂરી મારકૂટ કરી તથા ઈલેકટ્રીક કરન્ટ આપવાનો ભય બતાવાતો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે હાઉસ ફાધરની ધરપકડ કરી છે.
ચિલ્ડ્રન હોમના સુપ્રિન્ટેન્ડન્ટ વિભાભાઈ કાનાભાઈ મેવાડાએ ચિલ્ડ્રન હોમના હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમિત બાબુભાઈ દાવદરા સામે  આ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે બાબુભાઈ દાવદરા છેલ્લા એક સપ્તાહથી ચિલ્ડ્રન હોમના કેટલાંક બાળકોને બિનજરૂરી માનસિક ત્રાસ આપે છે અને મારકૂટ કરી ક્રિકેટની સ્ટમ્પવડે માર મારી કોમ્પ્યુટરના ડેટા કેબલથી વીજ કરન્ટ આપવાનો ભય બતાવે છે.
 એ.એસ.આઈ.પી.ડી.વાઢેરે તપાસ હાથ ધરી સવારે હાઉસ ફાધર સુમિત બાબુભાઈની ધરપકડ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer