લૂંટ, ગોળીબાર સહિતના ગુનામાં સંડોવાયેલા રાજુલાના કુખ્યાત શખસની પાસામાં અટકાયત

અમરેલી, તા. 9:  લૂંટ, મારામારી, હત્યાનો પ્રયાસ અને ગોળીબાર સહિતના ગુનામાં સંડોવાયેલા રાજુલાના કુખ્યાત શખસ શિવરાજ ઉર્ફે શિવા  વાલાભાઇ ધાખડાની પાસામાં અટકાયત કરીને ગોધરાની જેલમાં ધકેલી દેવાયો હતો.
રાજુલાના હોટલના સંચાલક પર ગોળીબાર કરવા ઉપરાંત છેડતી, મારામારી, લૂંટ, ખૂનના પ્રયાસ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા રાજુલાના માથાભારે અને કુખ્યાત શખસ શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઇ ધાખડાની પાસામાં અટકાયત કરવા માટે એસપી નિર્લીપ્ત રાયની સૂચનાથી એલસીબીના પીઆઇ આર.કે. કરમટા અને તેની ટીમે દરખાસ્ત તૈયાર કરીને કલેકટરને મોકલી આપી હતી. કલેકટરે શિવા ધાખડાની પાસામાં અટકાયત કરવા માટે પાસાનું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું.આ વોરન્ટના આધારે પીઆઇ કરમટા અને તેની ટીમે શિવા ધાખડાની અટકાયત કરીને તેને ગોધરાની જેલમાં મોકલી આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer