જેટલીએ મોદી સાથે હાથ મિલાવવાનો કર્યો ઈનકાર

જેટલીએ મોદી સાથે હાથ મિલાવવાનો કર્યો ઈનકાર
કિડની ટ્રાન્સપ્લાન્ટના કારણે રાજ્યસભામાં  દૂરથી નમસ્કાર
નવી દિલ્હી, તા. 9 : રાજ્યસભામાં ઉપસભાપતિ પદની ચૂંટણી માટે ત્રણ મહિના આરામ બાદ અરુણ જેટલી સંસદમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એનડીએના હરિવંશે ઉપસભાપતિ પદની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી વચ્ચે એક આશ્ચર્યજનક બાબત જોવા મળી હતી. જેમાં મોદી અરુણ જેટલીને અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા અને હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો હતો. જો કે અરુણ જેટલીએ હાથ મિલાવવાનો ઈનકાર કરી દીધો હતો અને નમસ્કાર કર્યા હતા.
જેટલીએ મોદીને હાથ મિલાવવાનો ઈનકાર કરવા છતા ઉત્સાહથી જવાબ આપ્યો હતો. જેનો મોદીએ પણ સ્વિકાર કર્યો હતો. આટલું જ નહી સભાપતિ વેકૈંયા નાયડૂએ પણ પહેલા જ દિવસે સદનમાં ચેતવણી આપી હતી કે, જેટલીને અડવાની કોઈ કોશિષ ન કરે. હકીકતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ અરુણ જેટલીને તબીબોએ પુરતી તકેદારી રાખવા કહ્યું છે. જેમાં અન્ય લોકોના સંપર્કથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી  છે.  કેન્દ્રીય મંત્રી જેટલીનું સ્વાસ્થ્ય હવે સારું છે અને ધીરે ધીરે ફરી મંત્રાલય સંભાળવા જઇ
રહ્યા છે. કેન્દ્રીય મંત્રી આ મહિને ત્રીજા સપ્તાહમાં એટલે કે સ્વતંત્રતા દિવસ પછી નાણામંત્રીનો કાર્યભાર સંભાળી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer