ક્રિકેટ ટીમના પસંદગીકારોની સેલરીમાં 30 લાખનો વધારો

ક્રિકેટ ટીમના પસંદગીકારોની સેલરીમાં 30 લાખનો વધારો
સુપ્રીમ કોર્ટ રચિત સંચાલન સમિતિનો નિર્ણય
નવી દિલ્હી, તા.9: સુપ્રીમ કોર્ટ રચિત સંચાલન સમિતિ (સીઓએ) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોની સેલરીમાં મોટો વધારો કરવાના આદેશ કરાયો છે. પસંદગીકારોની ફીમાં 30 લાખ અને મુખ્ય પસંદગીકારની ફીમાં 20 લાખનો વધારો થયો છે. હવે પસંદગી સમિતિના સભ્યોને 60 લાખના બદલે દર વર્ષે 90 લાખ રૂપિયા મળશે. જ્યારે મુખ્ય પસંદગીકારને 80 લાખના બદલે 1 કરોડ રૂપિયા બીસીસીઆઇ ચૂકવશે.
હાલ ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે પૂર્વ વિકેટકીપર એમએસકે પ્રસાદ છે. તેની સાથે કમિટીમાં દેવાંગ ગાંધી અને સરનદીપ સિંઘ છે.  ગગન ખોડા અને જતિન પરાંજપે પણ પસંદગી સમિતિના હિસ્સા હતા. પછી તેમને હટી જવું પડયું હતું, જુનિયર ટીમના પસંદગીકારની ફી વધારીને 60 લાખ કરાઇ છે. જ્યારે તેની પેનલના ચીફને 6પ લાખ મળશે. મહિલા પસંદગીકારોને વર્ષે 2પ લાખ અને તે પેનલના વડાને 30 લાખ મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer