કોહલી દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન, તમામ રેકોર્ડ તોડી શકે છે : સ્ટિવ વો

કોહલી દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન, તમામ રેકોર્ડ તોડી શકે છે : સ્ટિવ વો
નવી દિલ્હી, તા.9 : ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટિવ વોએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરતા તેને દુનિયાનો નંબર વન બેટ્સમેન બતાવ્યો છે. સ્ટિવ વોએ તેના દેશના સ્ટિવન સ્મિથથી પણ કોહલીને ચડિયાતો ક્રિકેટર ગણાવ્યો છે. કોહલી હાલમાં જ આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં સ્મિથને પાછળ રાખીને ટોચ પર પહોંચી ગયો છે.
સ્ટિવ વોએ કહ્યુ હતું કે સ્ટિવન સ્મિથમાં રનની ભૂખ ઘણી છે, પણ હાલ તે 12 મહિના માટે બહાર હોવાથી કોહલી સૌથી ઉપર છે. કોહલી હંમેશા મોટા મોકાની તલાશમાં રહે છે. આવી તલાશમાં બ્રાયન લારા, સચિન તેંડુલકર, જાવેદ મિયાદાદ અને વિવિયન રિચાર્ડસ રહેતા. કોહલી પાસે શ્રેષ્ટ ટેકનીક છે. જે હાલ તો દુનિયાના બીજા કોઇપણ બેટ્સમેન પાસે નથી. એબી પણ આવો જ હતો, પણ કોહલી હવે તેનાથી આગળ નીકળી ગયો છે. કોહલી પાસે તમામ બેટિંગ રેકોર્ડ તોડવાની તક છે તેમ અંતમાં સ્ટિવ વોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer