એશિયન ગેમ્સમાં ભારતીય દળની સંખ્યા નક્કી નહીં

એશિયન ગેમ્સમાં ભારતીય દળની સંખ્યા નક્કી નહીં
નવી દિલ્હી, તા.9 : એશિયન ગેમ્સમાં ભારતીય દળની સંખ્યા પર ખેલ મંત્રાલય હજુ સુધી કોઈ નિર્ણય લઇ શકયું નથી. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં 18 ઓગસ્ટથી એશિયન ગેમ્સનો પ્રારંભ થવાનો છે. હવે માત્ર 10 દિવસ બાકી રહ્યા છે. આમ છતાં ભારતીય દળની સત્તાવાર જાહેરાત થઇ નથી. ઉદઘાટન સમારંભમાં ધ્વજવાહક કોણ હશે તેના પર પણ કોઇ ફેંસલો લેવાયો નથી. ભારતીય ઓલિમ્પિક સંધે કાપકૂપ સાથે પ7પ ખેલાડીઓ અને 213 અધિકારીના નામની સૂચિ સોમવારે ખેલ મંત્રાલયને સુપરત કરી દીધી છે. ખેલ મંત્રી રાજવર્ધનસિંહ રાઠોડ અને ખેલ મંત્રાલયના અધિકારીઓએ હવે આ સૂચિ પર નિર્ણય લેવાયો છે. આઇઓએ દ્રારા ખેલાડીઓનો 10મીએ વિદાય સમારંભ રખાયો છે. આથી એવી સંભાવના છે. આજે અથવા કાલે આખરી સૂચિ જાહેર થઇ જશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer