ઈન્ડોનેશિયામાં એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા 300 મગરની કતલ

ઈન્ડોનેશિયામાં એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા 300 મગરની કતલ
સોરોંગ, તા. 16 : ઈન્ડોનેશિયામાં મગરનો શિકાર બનેલા એક વ્યક્તિના મૃત્યુનો બદલો લેવા માટે રોષે ભરાયેલા લોકોએ 300 જેટલા મગરની કતલ કરી નાખી હતી. આ બનાવ પાપુઆ પ્રાંતમાં મગરના હુમલામાં મૃત્યુ પામેલા શખસના અંતિમ સંસ્કાર બાદ બન્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે ગામનો એક વ્યક્તિ પોતાના પશુઓ માટે ચારો શોધવા નીકળ્યો હતો અને મગરના એક વાડામાં પડયો હતો. આ દરમિયાન મગરોએ કરેલા હુમલામાં તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ ગામડામાં મગરના ફાર્મ ઉપર લોકો રોષે ભરાયા હતા અને 300 મગરની કતલ કરી નાખવામાં આવી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer