સેલ્સમેન હત્યા-લૂંટ પ્રકરણમાં પિતા-પુત્ર 3 દિવસના રિમાન્ડ પર

રાજકોટ, તા.1પ : જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતા અને મુંબઈની કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વસંતભાઈ ભોગીલાલ જીંજુવાડીયા નામના સોની પ્રૌઢનું લૂંટના ઈરાદે ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને દિવાનપરામાં શ્રી જવેલર્સ નામે દુકાન ધરાવતા ભરત હસુમખલાલ લાઠીગરા અને તેના પુત્ર સુમીતે વસંતભાઈનું કારમાં ગળાટૂંપો દઈ હત્યા કરી નાખી રૂ.1 કરોડના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી અને બાદમાં આજી નદીના પુલ પાસેની કિશાન ગૌશાળા નજીક લાશ ફેંકી દીધી હતી.
આ બનાવમાં પોલીસે સોની વેપારી ભરત લાઠીગરા અને તેના પુત્ર સુમીતની ધરપકડ કરી રૂ.પ7 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે વધુ તપાસ અને મુદ્દામાલ કબજે કરવા સહિતના મુદ્દે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂકર્યા હતા અને કોર્ટે હત્યારા પિતા-પુત્રને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. પોલીસે સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રકશન કરાવવા સહિતની બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer