ગઠબંધનને વિષપાન ગણાવી કુમારસ્વામી રડી પડયા

ગઠબંધનને વિષપાન ગણાવી  કુમારસ્વામી રડી પડયા
બેંગ્લુરૂ, તા. 15 : કર્ણાટકમાં સરકારના ગઠનને લઈને ચાલેલા લાંબા રાજકીય નાટક બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કરેલા એક નિવેદનથી ફરીથી હલચલ શરૂ થઈ છે. જેમાં કુમારસ્વામીએ કહ્યું હતું કે, કર્ણાટકમાં ગઠબંધનની સરકાર ચલાવવી વિષપાન જેવું લાગે છે. આ નિવેદન દરમિયાન કુમારસ્વામીની આંખોમાંથી આંસુ વહી નિકળ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીના આંસુ ઉપર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું હતું કે, સીએમએ હંમેશા ખુશ રહેવું જોઈએ. જો મુખ્યમંત્રી ખુશ રહેશે તો રાજ્ય ખુશ રહી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer