10 શરિયત કોર્ટની સ્થાપના થશે

10 શરિયત કોર્ટની સ્થાપના થશે
એઆઈએમપીએલબીમાં પ્રસ્તાવને મંજૂરી: દરેક જિલ્લામાં દારુલ કઝાનો કોઈ વિચાર નથી

નવીદિલ્હી, તા.1પ: શરિયત કોર્ટ મુદ્દે સમગ્ર દેશમાં છેડાયેલી ચર્ચા મધ્યે આજે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈએમપીએલબી)એ આજે દિલ્હીમાં બેઠક યોજી હતી અને તેમાં 10 દારુલ કઝા (શરિયત અદાલત)નાં પ્રસ્તાવને બોર્ડ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ કોર્ટની રચના કરવામાં આવશે. આ સાથે જ તમામ જિલ્લાઓમાં શરિયત કોર્ટની રચનાનો કોઈ જ વિચાર ન હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
બેઠક બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે દેશની ન્યાયિક વ્યવસ્થા હેઠળ આવતી અદાલતો જેવી નથી હોતી દારુલ કઝા. એટલે કે તેને સમાંતર કોર્ટ કહી ન શકાય. એઆઈએમપીએલબીનાં સચિવ વકીલ ઝફરયાદ જીલાનીએ કહ્યું હતું કે 10 સ્થાને દારુલ કઝા સ્થાપવાનો પ્રસ્તાવ મળ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer