યુપીમાં દુષ્કર્મ પછી પીડિતાને હવનકુંડમાં ભુંજી દેવાઈ

યુપીમાં દુષ્કર્મ પછી પીડિતાને હવનકુંડમાં ભુંજી દેવાઈ
પીડિતાના પતિએ કહ્યું, મદદ માગવા છતાં પોલીસ ન પહોંચી : Bિઍંછ બાદ થઈ પાંચ આરોપીની ઓળખ
સંભલ, તા. 15 :  દેશભરમાં મહિલાઓ સામે થતા અત્યાચારો બંધ થવાનું નામ લઈ રહ્યા નથી. તેવામાં ઉત્તરપ્રદેશના સંભલમાં સ્તબ્ધ કરી દેનારી ઘટનામાં 35 વર્ષની મહિલા ઉપર સામૂહિક બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મહિલાએ વિરોધ કરતા તેને નજીકના મંદિરમાં આવેલા હવનકુંડમાં જીવતી  સળગાવી દેવામાં આવી હતી.
પીડિતાના પતિના કહેવા પ્રમાણે તેમની પત્નીને જીવતી સળગાવવામાં આવી તે પહેલા પત્નીએ 100 નંબર ઉપર પોલીસને ફોન કરીને મદદ માગી હતી. પરંતુ પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી પણ નહોતી.  પીડિતાના પતિએ આરોપ મુક્યો હતો કે, એક દિવસ અગાઉ રાતે પાંચ શખસો બળજબરીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને બળાત્કાર આચર્યો હતો. જેમાં પીડિતાએ 100 નંબર ઉપર ફોન પણ કર્યો હતો. તેમજ પીડિતાએ તેના ભાઈ સાથે વાત કરીને સમગ્ર બનાવ કહ્યો હતો. આ સમયે શખસો મહિલાને ઘરની બહાર ઢસડીને નજીકના મંદિરમાં લઈ ગયા હતા અને મહિલાને હવનકુંડમાં જીવતી સળગાવી દીધી હતી.  પીડિતાના પતિએ પાંચ શખસો સામે એફઆઈઆર દાખલ કરાવતા કાર્યવાહી શરૂ થઈ હતી અને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer