સેરેનાને હરાવીને જર્મનીની અન્જેલિકા કર્બર ચેમ્પિયન

સેરેનાને હરાવીને જર્મનીની અન્જેલિકા કર્બર ચેમ્પિયન
લંડન, તા.1પ: વર્લ્ડ નંબર 10 જર્મનીની એન્જેલિકા કર્બર વિમ્બલ્ડનના મહિલા વિભાગમાં ચેમ્પિયન થઇ છે. ફાઇનલમાં કર્બરે 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા અને માતૃત્વ બાદ વાપસી કરનાર અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને 6-3 અને 6-3થી આસાનીથી હાર આપી હતી. એન્જેલિકા કર્બરનો આ ત્રીજો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. તેણે 2016માં સેરેનાને જ હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઈટલ પહેલીવાર જીત્યું હતું. આ ઉપરાંત તેણે 2016માં અમેરિકી ઓપન ટૂર્નામેન્ટ જીતી હતી. સેરેનાના નામે કુલ 7 વિમ્બલડન ખિતાબ છે, પણ તે આ વખતે તેમાં ઉમેરો કરવાની ચૂકી ગઇ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer