જોકોવિચ વિમ્બલ્ડનમાં ચોથીવાર ચેમ્પિયન

જોકોવિચ વિમ્બલ્ડનમાં ચોથીવાર ચેમ્પિયન
ફાઇનલમાં દ. આફ્રિકાના કેવિન એન્ડરસન સામે વિજય

લંડન, તા.1પ: સર્બિયાના ટેનિસ સ્ટાર અને પૂર્વ નંબર વન નોવાક જોકોવિચ વિમ્બલ્ડનમાં ચોથી વખત ચેમ્પિયન બન્યો છે. આજે રમાયેલા ફાઇનલમાં 12મા ક્રમના નોવાક જોકોવિચે દક્ષિણ આફ્રિકાના આઠમા ક્રમના ખેલાડી કેવિન પીટરસન સામે 6-2, 6-2 અને 7-પ થી પ્રભાવશાળી જીત મેળવી હતી. જોકોવિચ આ પહેલા વિમ્બલ્ડનમાં 2011, 2014 અને 201પમાં ચેમ્પિયન બન્યો હતો. તેની કારકિર્દીનો આ 13મો ગ્રાંડસ્લેમ ખિતાબ છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 6 વખત, ફ્રેંચ ઓપનમાં એક વખત અને યુએસ ઓપનમાં બે વખત ચેમ્પિયન રહી ચૂક્યો છે. જોકોવિચને 13મો ગ્રાંડસ્લેમ જીતવા માટે બે વર્ષનો ઇંતઝાર કરવો પડયો હતો. છેલ્લે તે 2016માં ઓસ્ટ્રેલિયન અને ફ્રેંચ ઓપનમાં વિજેતા રહ્યો હતો. આ પછી તે ફિટનેસની સમસ્યાને લીધે સતત કોર્ટ બહાર રહ્યો હતો. હવે તેણે ફરી વિમ્બલ્ડનનો તાજ જીતીને શાનદાર વાપસી કરી છે.
 બીજી તરફ કેવિન પીટરસન 97 વર્ષના લાંબાગાળા બાદ વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચનારો પહેલો દ. આફ્રિકા ખેલાડી બન્યો હતો. જો કે ફાઇનલની હારથી તે ઇતિહાસ રચતા ચૂકી ગયો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer