દિલધડક ફાઇનલ બાદ ફ્રાંસ બીજીવાર ચેમ્પિયન બનવામાં સફળ

દિલધડક ફાઇનલ બાદ ફ્રાંસ બીજીવાર ચેમ્પિયન બનવામાં સફળ
ક્રોએશિયાનો સુકાની લૂકા મોડ્રિચને શ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ એવોર્ડ
માત્ર 40 લાખની વસતિ ધરાવતા ક્રોએશિયાનો ફાઇનલમાં આજે ફ્રાંસ સામે પરાજય થયો હતો, પણ આ દેશે તેની લડાયક અને જોરદાર રમતથી વિશ્વના ફૂટબોલ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. ક્રોએશિયાનો સુકાની લૂકા મોડ્રિચ વર્લ્ડ કપ-2018નો બેસ્ટ પ્લેયર જાહેર થયો હતો અને તેને ગોલ્ડન બોલનો એવોર્ડ મળ્યો હતો. જયારે સૌથી વધુ ગોલનો ગોલ્ડન બૂટ એવોર્ડ ઇંગ્લેન્ડના સુકાની હેરિ કેનના નામે રહયો હતો. તેના નામે કુલ 6 ગોલ રહયા હતા. આજે રમાયેલા ફાઇનલમાં બન્ને ટીમ વચ્ચે દિલધડકર રસાકસી જોવા મળી હતી અને ભુલોની પંરાપરા પણ થઇ હતી. ક્રોએશિયાએ ઓનગોલ કર્યોં હતો તો ફ્રાંસના સુકાની અને ગોલકીપર હયુગો લોરિસની બેજવાબદાર ભુલથી ક્રોએશિયાને બીજો ગોલ કરવાનો મોકો મળ્યો હતો. જો કે અંતમાં ફ્રાંસ બીજીવાર ચેમ્પિયન બની હતી. પ્રસ્તુત તસવીર મેચ દરમિયાનની છ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer