ટ્રેનમાં એસી મુસાફરી ‘ગરમ’ પડશે!

ટ્રેનમાં એસી મુસાફરી ‘ગરમ’ પડશે!
દુરન્તો અને ગરીબરથમાં પણ ચાદર,ધાબળાં સહિતની વસ્તુઓ માટે વસૂલાશે ચાર્જ
નવી દિલ્હી, તા. 15 : ટ્રેનના એસી કોચમાં સફર કરતા મુસાફરો ઉપર હવે રેલવે વધુ ભારણ લાદવાની તૈયારીમાં છે. રેલવેએ તમામ એસી ટ્રેન અને કોચમાં અપાતી બેડરોલ કીટના ભાવ વધારવાની તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં આ ચાર્જથી છૂટ ધરાવતી દુરંતો અને ગરીબ રથ એક્સપ્રેસમાં પણ સફર દરમિયાન પણ બેડરોલની કિંમત વસૂલવામાં આવશે. છેલ્લા 12 વર્ષથી બેડરોલની કિંમતમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી સવાલો ઉઠી રહ્યા હતા. જેના પરિણામે અંતે કિંમત વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વર્તમાનમાં રેલવે તમામ એસી કોચમાં બેડરોલ કિટ સપ્લાઈ કરે છે અતે તેની કિંમત 25 રૂપિયા ટીકિટમાં જ જોડી દેવામાં આવે છે. જો કે ગરીબ રથ અને દુરંતો એક્સપ્રેસમાં કિટનું બુકિંગ કોઈપણ વધારાનો ચાર્જ આપ્યા વિના થઈ શકે છે. જો કે કેગ દ્વારા થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે, રેલવેએ બેડરોલ કિટ્સના ચાર્જમાં વધારો કરવો જોઈએ. કારણ કે છેલ્લા  12 વર્ષની બેડરોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી અને ત્યારથી અત્યાર સુધીમાં તેના રખરખાવનો ખર્ચ ઘણો વધી ગયો છે. આ સાથે દુરંતો અને ગરીબ રથ એક્સપ્રેસમાં પણ ભાવની સમિક્ષા કરવા કહેવામાં આવ્યું હતું. આ રિપોર્ટ બાદ બે ચાદર, ઓશિકા, કવર અને કંબલની બેડરોલ કિટ્સના ભાવની સમિક્ષા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer