ફેન્ટાસ્ટિક ફ્રાન્સ

ફેન્ટાસ્ટિક ફ્રાન્સ
ફાઇનલમાં ક્રોએશિયા સામે 4-2થી ઐતિહાસિક જીત મેળવી બીજીવાર ફીફા વર્લ્ડ કપ કબજે કર્યો: ક્રોએશિયાનું પહેલીવાર ચેમ્પિયન બનવાનું સપનું તૂટયું
ફાઇનલમાં નાટકીય ઘટમાળ સર્જાઇ
ઓન ગોલ થયો, પેનલ્ટી કિક જોવા મળી અને અદ્ભુત ફિલ્ડ ગોલ પણ થયા: બે દર્શક મેદાનમાં ઘૂસ્યા
1998 બાદ વર્લ્ડ કપના ફાઇનલમાં સૌથી વધુ 6 ગોલ થયા
એકથી વધુ વખત ચેમ્પિયન બનનાર ફ્રાંસ વિશ્વનો છઠ્ઠો દેશ
ક્રોએશિયા ફાઈનલ હાર્યું પણ દુનિયાનું દિલ જીતી ગયું
મોસ્કો તા.1પ: ફ્રાંસ ફીફા વર્લ્ડ કપ-2018માં ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયા સામે 4-2 ગોલથી ઐતિહાસિક જીત મેળવીને બીજી વાર ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ફ્રાંસ આ પહેલા 1998માં બ્રાઝિલને 3-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. હવે આજે ફ્રાંસની ટીમ છોટા દેશ બડે સપનેવાલા  ક્રોએશિયાનું વિશ્વ વિજેતા બનવાનું સપનું ચૂરચૂર કરીને ચેમ્પિયન બન્યું છે. ફાઇનલમાં ફ્રાંસને નસીબનો પણ પૂરો સાથ મળ્યો હતો. આ સાથે ફ્રાંસ ફૂટબોલ ઇતિહાસની છઠ્ઠી એવી ટીમ બની છે જેણે એકથી વધુ વખત ફીફા ટ્રોફી જીતી છે. ફ્રાંસના સુકાની ગોલકીપર હયુગો લોરિસે ફીફા ટ્રોફી ઉંચકી લીધી હતી અને ફ્રાંસને 260 કરોડનું ઇનામ મળ્યું હતું.
ફાઇનલમાં બન્ને ટીમે મળીને કુલ 6 ગોલ કર્યાં હતા. જે પાછલા ચાર ફાઇનલના નિર્ધારિત સમયના કુલ ગોલથી વધુ છે. આ ઉપરાંત 19પ8 બાદ વર્લ્ડ કપના ફાઇનલમાં સૌથી 6 ગોલ થયા છે. 19પ8ના ફાઇનલમાં સ્વીડન સામે બ્રાઝિલનો પ-2 ગોલથી વિજય થયો હતો.
ફાઇનલમાં પહેલા હાફમાં ક્રોએશિયાનો દબદબો રહ્યો હતો. તો બીજા હાફમાં અનુભવી ફ્રાંસ છવાઇ ગયું હતું અને 6 મિનિટના ગાળામાં પોલ પોગ્બા અને યુવા સનસની એમ્બાપેના અદભૂત ફિલ્ડ ગોલથી 4-1થી આગળ થયું હતું. જો કે મેચની 69મી મિનિટે ફ્રાંસના સુકાની ગોલકીપરહયુગો લોરિસની શરમજનક ભૂલથી ક્રોએશિયાના ઓન ગોલ કરનાર ખેલાડી માંજુકિચે ગોલ કરીને સ્કોર લાઇન 2-4 કરી હતી. આ અંતર ક્રોએશિયા તોડી શકી ન હતી. આથી ફ્રાંસ 4-2થી વિજેતા બનીને બીજીવાર ફીફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું.
પહેલા હાફમાં ક્રોએશિયાનું આક્રમણ અદભૂત રહયું હતું, પણ નસીબ ફ્રાંસનો સાથ આપી રહયું હતું. મેચની 18મી મિનિટે ફ્રાંસને કોર્નર મળી હતી. જેને અટકાવવામાં ક્રોએશિયાના ડિફેન્સ ખેલાડી મારિયો માંજુકિયાને માથાને અડીને બોલ ગોલ પોસ્ટમાં ઘૂસી ગયો હતો. આ ઓન ગોલ (આત્મઘાતી ગોલ)ની મદદથી ફ્રાંસ 1-0થી આગળ થયું હતું. જો કે ક્રોએશિયા આથી દબાણમાં આવ્યું ન હતું અને બમણા વેગથી આક્રમણ શરૂ કર્યું હતું અને મેચની 28મી મિનિટે ઇવાન પેરીસિચે અદભૂત ગોલ કરીને સ્કોર લાઇન 1-1ની બરાબરી પર લાવી દીધા હતી. ફાઇનલ મેચમાં જ આમ શરૂઆતથી જ મુકાબલો દિલધડક બન્યો હતો. પેરીસિચના ગોલની 10 મિનિટ બાદ જ એટલે કે મેચની 38મી મિનિટે ફ્રાંસ ફરી નસીબનું બળિયું સાબિત થયું હતું. ક્રોએશિયાના ખેલાડી ઇવાન પેરીસિચના ડી એરિયામાં હેન્ડબોલની ભૂલને લીધે ફ્રાંસને પેનલ્ટી કિક મળી હતી. જેને ગોલ કરવામાં ફ્રાંસના સૌથી અનુભવી ખેલાડી એન્ટોની ગ્રીઝમેન કોઇ ભૂલ કરી ન હતી અને ફ્રાંસને 2-1થી આગળ કરી દીધું હતું. આમ પરીસિચે પહેલા ગોલ પણ કર્યોં અને પછી હેન્ડબોલની ભૂલ પણ કરી હતી.
પહેલા હાફમાં ક્રોએશિયાની રમત વધુ આક્રમક રહી હતી. આ દરમિયાન તેની પાસે બોલ પોઝિશન 67 ટકા રહી હતી અને ફ્રાંસના 1 શોટ સામે ક્રોએશિયાએ 7 શોટ લગાવ્યા હતા. કોર્નરમાં પણ ફ્રાંસથી ક્રોએશિયા આગળ રહ્યંy હતું.
યતા છે. આમ ક્ષત્રિય વોટ તરફનું લક્ષ્ય સાધવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટી એવી પાટીદાર વોટ બેંક માટે ભાજપ પરેશ ગજેરાને કોઇ સારી ઓફર આપે તેવી અટકળો સાથે તેઓ ભાજપમાં જોડાતા હોવાની ચર્ચા જાગી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer