કરણ બનાવશે ‘કુછ કુછ હોતા હૈ’ની સિકવલ

કરણ બનાવશે ‘કુછ કુછ હોતા હૈ’ની સિકવલ

કરણ જોહરે બે દાયકા પૂર્વે - 1998માં ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખરજી મુખ્ય ભૂમિકામાં હતાં, જ્યારે સલમાન ખાને ‘સ્પેશિયલ એપિયરન્સ’માં ગજબનાક અભિનય કર્યો હતો. આ ફિલ્મ અૉક્ટોબર મહિનામાં 20 વર્ષ પૂર્ણ કરે છે તેવા વખતે કરણ જોહર તેની સિકવેલ બનાવવાનું વિચારી રહ્યો છે. ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ તેનાં કર્ણપ્રિય ગીતો ઉપરાંત કિંગ ખાન (રાહુલ), કાજોલ (અંજલિ) અને રાની મુખરજી (ટીના)ના યાદગાર અભિનયને કારણે આજે પણ તેટલી જ તાજગીસભર લાગે છે અને તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણે કૉલેજિયન કિરદારોની આસપાસ ફિલ્મની કથા આકાર લે છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer